શ્રાવણ માસ પહેલા જ સાક્ષાત ભોલેનાથે આપ્યા દર્શન: નદીમાંથી 50 કિલોનું ચાંદીનું શિવલિંગ મળી આવતા લોકોમાં જાગી આસ્થા 

240
Published on: 1:33 pm, Sun, 17 July 22

હમણાં ટૂંક જ સમયમાં શ્રાવણ મહિનો બેસી જશે. ત્યારે શ્રાવણ મહિનો ભગવાન શિવને અતિપ્રિય છે એવું માનવામાં છે. આથી શ્રાવણના મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. બહુ જલદી શ્રાવણ મહિનો શરૂ થવાની તૈયારી છે. આવી સ્થિતિમાં યુપીથી એક ખુબ જ આનંદિત કરી નાખે તેવા સમાચાર આવ્યા છે.

જાણવા મળ્યું છે કે, દોહરીઘાટ કસ્બાના રામઘાટ પર શનિવારે ઘાઘરા નદીમાંથી 50 કિલો વજનનું ચાંદીનું શિવલિંગ મળી આવ્યું છે. ચાંદીનું શિવલિંગ મળવાની ઘટનાને લોકો ચમત્કાર ગણી રહ્યા છે. આ સાથે જ શિવલિંગને અલૌકિક પણ ગણાવવામાં આવી રહ્યું છે. શિવલિંગ મળતા જ ગણતરીની પળોમાં આ વાત ચારેબાજુ ફેલાઈ ગઈ અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હાલ તો ત્યાં દુર દુરથી લોકો તેના દર્શન માટે પણ આવવા લાગ્યા છે.

મળતી માહિતી અનુસાર, દોહરીઘાટ કસ્બાના ભગવાનપુરા રહીશ રામ મિલન સાહની શનિવારે નદી કિનારે વાસણ ધોઈ રહ્યા હતા. તે સમયે તેમને નદીમાં કઈક ચમકતું જોવા મળ્યું. રામ મિલન સાહનીએ નજીક જોઈને જોયુ તો ચમકતી વસ્તુ શિવલિંગ હતું. નદીમાંથી ચાંદીનું શિવલિંગ મળી આવવાની ખબર ઝડપથી ફેલાઈ ગઈ અને ત્યારબાદ આ શિવલિંગને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ સ્થાનિક લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું.

શિવલિંગ મળ્યા બાદ રામ મિલન સાહનીએ શિવલિંગને નદીમાંથી બહાર કાઢીને તેની વિધિવત પૂજા કરી. ત્યારબાદ શિવલિંગને દોહરીઘાટ પોલીસ મથકને સોંપી દેવાયું. હાલ તો શિવલિંગને સન્માન સાથે પોલીસ સ્ટેશનના માલખાનામાં રાખવામાં આવ્યું છે. વિશેષજ્ઞ એજન્સીઓ પાસેથી તેની તપાસ કરાવવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે. હાલ તો અહીં લોકો દુર દુરથી દર્શનાર્થે આવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…