દમણમાં એક સાથે સુરતના પાંચ યુવાનો દરિયામાં ડૂબ્યા- નાહવા પડેલા યુવકોમાંથી 2 નો બચાવ, ત્રણ લાપતા

123
Published on: 12:57 pm, Mon, 19 September 22

છેલ્લા ઘણા દિવસોથી ડૂબી જવાને કારણે મોત થયા હોય, તેનો આંકડો ખુબ જ વધતો જણાઈ રહ્યો છે. ત્યારે હાલ વધુ એક દુર્ઘટનાના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, સુરતના 5 યુવાનો દમણના દરિયામાં નાહવા જતા એક જ સાથે 5 યુવાનો ડૂબી ગયા હતા. ત્યાર બાદ ટીમને બોલાવામાં આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

સુરતના 5 યુવાનો દમણ ખાતે આવેલા લાઈટ હાઉસ નજીક દરિયાની મજા માણવા ગયા હતા. પરંતુ દરિયાની મજા કઈક દુઃખદ ઘટનામાં બનવા પામી છે. દરિયામાં આવેલી ભરતીના કારણે નાહવા પડેલા 5 યુવક દરિયામાં ડૂબવા લાગતા હાહાકાર મચી જવા પામ્યો હતો. ત્યાં હાજર લોકોએ સમગ્ર ઘટનાની જાણ દમણ ફાયરબ્રિગેડ કરી હતી. ઘટના અંગે માહિતી મળતા તરત જ ફાયરબ્રિગેડની ટીમ  દરિયાકિનારે પહોંચી ગઈ હતી અને બે યુવકને બચાવી લીધા હતા. હાલમાં અન્ય ત્રણ યુવક લાપતા છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

હાલમાં ગુજરાતીઓ માટે વલસાડ જિલ્લા નજીક આવેલ દમણ ફરવા લાયક સ્થળોમાં પસંદગીનું પ્રથમ સ્થળ બની ગયું છે. ત્યારે મોજ માણવા માટે સુરતના 5 યુવક દમણ ખાતે ફરવા આવ્યા હતા. તે દરમ્યાન મોટી દુર્ઘટના બનવા પામી હતી. ભરતીનો સમય હોવાથી નાહવા પડેલા 5 યુવક દરિયામાં ડૂબવા લાગ્યા હતા. જેથી દરિયા કિનારે હાહાકાર મચી જવા પામ્યો હતો. દમણ ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું.

દમણના દરિયામાં ડૂબેલા 5 યુવાન પૈકી 2 યુવકને દમણ ફાયરબ્રિગેડની ટીમે દરિયાના પાણીમાંથી સુરક્ષિત રીતે બચાવવામાં સફળતા મળી હતી. હજુ 3 યુવક દરિયામાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. દમણ ફાયરબ્રિગેડની ટીમ બોટની મદદ લઇ મધદરિયે જઈને યુવકોનું રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરી રહી છે.

ઘટનાસ્થળ દમણ SP અમિત શર્મા, ડેપ્યુટી કલેકટર મોહિત મિશ્રા, મોટી દમણ PSI વિશાલ પટેલ, SDPO રજનીકાંત અવધિયા સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. દમણ ફાયરબ્રિગેડ દ્વારા જે બે યુવકને બચાવી લેવામાં આવ્યા છે તેઓ નશો કરેલી હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા બંને યુવકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…