કળિયુગી શ્રવણ: ભગવાન આવો દીકરો સૌ કોઈને આપે! માતાનાં જન્મદિને કાવડમાં બેસાડીને કાઢી યાત્રા અને કરી ઉજવણી

216
Published on: 1:23 pm, Sun, 17 October 21

પોતાની માતા એટલે કે, જનેતાનો જન્મદિન તો સૌ કોઈ ઉજવતા હશે પણ હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને તમને પણ ખુબ ગર્વ થશે કે દીકરો હોય તો આવો! રાજ્યના રાજપીપળા નિવાસી જયાબેન શરદચંદ્ર શાહે 89 વર્ષ પૂર્ણ કરીને ગઈકાલે 90 વર્ષમાં પ્રવેશ કર્યો હતો.

આ સમયે નિવૃત્ત આચાર્ય સહિતના તેમના 5 દીકરાઓ, વહુઓ, પૌત્રો, પુત્રવધુઓ તથા પૌ પૌત્રો, પુત્રીઓ સાથે તેમના કુટુંબીજનો તથા અનેકવિધ સમાજના અગ્રણીઓની હાજરીમાં જયા બાના 90મા વર્ષની અનોખી રીત ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ તો મંગલાચરણ તથા યમુનાષ્ટકના પાઠ કરવામાં આવ્યા હતાં.

નિવૃત્ત આચાર્યએ કાવડ તૈયાર કર્યું:
વડોદરા નિવાસી તેમના ચોથા દીકરા પ્રદિપભાઇ કે, જેઓ વડોદરાની વિનય વિદ્યાલયમાં નિવૃત્ત આચાર્ય છે તેમણે અને તેમના ટ્રસ્ટી તેમજ ઇન્ચાર્જ આચાર્યની મદદથી જાતે કાવડ તૈયાર કરી હતી. પાંચેય દીકરાઓએ કાવડમાં આગળ જયા બાને બેસાડી પાછળ પિતા સ્વ.શરદચંદ્રનો ફોટો મૂકીને હોલમાં કાવડ યાત્રા મુખ્ય દ્વારથી સ્ટેજ સુધીની કાઢવામાં આવી હતી.આની સાથે જ સૌ કુટુંબીજનોએ જયા બાની પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવ્યા હતા.

માતાએ દીકરાઓને શુભાશિષ આપ્યા:
વડોદરા નિવાસી તેમના મોટા દીકરા અશ્વિનભાઈ શાહ માતાની 90 વર્ષની સફરને વાગોળી જયા બાના જીવન ઝરમરના દર્શન કરાવતા ભાવુક થઈ ગયા હતા. કામરેજ નિવાસી બીજા દીકરા અરૂણભાઇએ નાનપણમાં તેમણે કરાવેલ 4 ઓપરેશન દરમિયાન બાએ ઉઠાવેલ જહેમતની વાત યાદ કરીને લાગણીશીલ થયા હતા.

આની સાથોસાથ જ રાજપીપળા નિવાસી ત્રીજા દીકરા પ્રદ્યુમનભાઈ તેમજ સૌથી નાના દીકરા મલકેશભાઈ પણ હાજર રહ્યા હતા. જયા બાએ હાજર તમામ લોકોને ઠાકોરજી સુખી રાખે એના માટેની પ્રાર્થના કરીને શુભ આશિષ પણ પાઠવ્યા હતાં.

90 વર્ષની ઉંમરે પણ માજી પોતાનું કામ જાતે કરે છે:
જયા બાના જૂના ફોટાઓનો આલ્બમ તૈયાર કરીને પણ એમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. હાલમાં તેઓના કુટુંબના 32 સભ્યો છે કે, જેમાં 12 વહુઓ સામેલ છે. 90 વર્ષની ઉંમરે પણ તેઓ ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી રહ્યા છે. ક્જ્યારે દરરોજ સમાચાર પત્ર પણ વાંચી રહ્યા છે. તેઓ પોતાનું કામ પણ જાતે જ કરે છે. હાજર તમામ લોકોએ બાની તંદુરસ્તી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં નવરાત્રિ હોવાથી માતાજીનાં ગરબા પણ લીધા હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…