ધંધુકા-બગોદરા હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો કાળમુખો અકસ્માત, એક જ પરિવારનાં 5 લોકોનાં કરુણ મોત- ‘ઓમ શાંતિ’

Published on: 3:54 pm, Sat, 17 September 22

અમદાવાદ(Ahmedabad): અવાર-નવાર અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે ગઈકાલે સાંજના સમયે ધંધુકા બગોદરા હાઇવે પર આવેલ HJ હરીપુરા ગામના પાટિયા નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 બાળકો સહિત 5 વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. સાંજના સમયે બનેલી આ ગોઝારી ઘટનામાં ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, ધંધુકા-બગોદરા હાઈવે પર હરિપુરા પાટિયા નજીક અચાનક ટ્રક અને કાર ધડાકાભેર અથડાયા હતા. ટ્રક સાથે અથડાયેલી કાર પ્રાથમિક તપાસમાં અમદાવાદની હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનું પડીકું વળી ગયું હતું. કારમાં સવાર એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત નીપજતા હાહાકાર મચી જવા પામ્યો હતો. અકસ્માત થયેલી મારુતિ સુઝીકી ડિઝાયર કારનો નંબર GJ01RD2404 છે. આ અકસ્માતમાં મોતને ભેટેલા તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાઇવે પર અકસ્માતની ઘટના બનતા આસપાસના રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં હાજર લોકોએ 108ને પણ ઈમરજન્સી કોલ કરીને જાણ કરી હતી. પરંતુ આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનું બોનેટ ટ્રકની અંદર ઘૂસી ગયું હતું. જેના કારણે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પોહચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કારમાંથી મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી છે. ટ્રકચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…