સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આવનારા 48 કલાક સૌથી ભારે- ગુજરાતમાં 60 કિમીની ઝડપી પવન સાથે અતિભારે વરસાદની આગાહી

Published on: 3:37 pm, Mon, 27 September 21

હાલ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તે દરમિયાન બંગાળની ખાડીથી ગુલાબ વાવાઝોડું મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર તરફ જઈ રહ્યું છે. તેમજ ગુલાબ વાવાઝોડું આગામી 24 કલાકમાં ગુજરાત સુધી પહોચશે. જેને કારણે હવામાન વિભાગ દ્રારા સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવ્યા પછી અમદાવાદ સહિત રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા સાથે હળવોથી ભારે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાઇક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં 28 સપ્ટેમ્બરના રોજ હળવો વરસાદ ખાબકી શકે છે. જ્યારે 29 સપ્ટેમ્બરે હળવોથી ભારે તેમજ બુધવારે 30 સપ્ટેમ્બરના રોજ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

28 સપ્ટેમ્બરે ગુજરાતના આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. જયારે 29 સપ્ટેમ્બરે 40થી 60 કિમીની ગતિના પવન સાથે દ.ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમજ 30 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં જેમ કે આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં ખાબકશે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સાયક્લોનિક સરક્યુલેશન નોર્થ-ઈસ્ટ અરેબિયન સમુદ્ર પર દરિયાની સપાટીથી 3.1 કિલોમીટરની ઉંચાઈ પર સર્જાયું છે. જે સાઉથ-વેસ્ટવાર્ડસ તરફ આગળ વધે છે. મધ્યપ્રદેશના નોર્થવેસ્ટ પર બીજું સાયકલોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…