પત્નીનાં વિયોગમાં ચાર માસુમ બાળકોને ઝેર આપીને પિતાએ પોતે પણ કરી લીધો આપઘાત- જાણો ક્યાંની છે આ હ્રદય ધ્રુજાવી દેતી ઘટના

148
Published on: 5:01 pm, Tue, 26 October 21

સોસિયલ મીડિયા પર ઘણીવાર કાળજું કંપાવી દે એવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટના સામે આવી છે. આ બનાવ કર્ણાટકમાં આવેલ બેલગાવી જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક 46 વર્ષીય પિતાએ તેના 4 બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે તેમજ બાદમાં તેણે પોતે પણ આપઘાત કરી લીધો છે.

આ ઘટનાને લઈ આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પત્નીના મોતને લીધે 4 બાળકોનો પિતા દુખી રહેતો હતો. સાથે જ તે ખુબ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. કોરોનાને લીધે પત્નીનું મોત થયા પછી તે ખુબ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો કે, જેથી તેણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

પિતાએ ચારેય બાળકોના ખાવામાં ઝેર નાખીને બાદમાં તેમને ખાવાનું ખવડાવી દીધું હતું. બાળકોને ખાવાનું આપ્યા પછી તેણે પોતે પણ ઝેર ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા હતા. સૌપ્રથમ આ ઘટના વિશે પાડોશીને જાણ થઈ હતી.

બાદમાં તેમણે આ મામલે પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંઘીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આની સાથે જ પોલીસ દ્વારા આ સમગ્રે મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતકની બહેન જણાવે છે કે, આ બનાવ બન્યા પહેલા જ તેણે તેની સાથે વાત કરી હતી.

જયારે આ સમયે તેણે કશું જ કહ્યું ન હતુ. જો કે, બહેનને કહ્યું પણ હતું કે, હું પત્ની વિના તેમજ બાળકો માતા વગર નથી રહી શકતા. આ વાત કીધા પછી તેણે બાળકોને ઝેર ખવડાવી દીધું તેમજ બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો હતો. આખેઆખો પરિવારો વેરવિખેર થઈ ગયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…