અવારનવાર માર્ગ અક્સમાતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક અન્ય ભયંકર ઘટના સામે આવી છે કે, જેને લીધે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. રાજસ્થાનમાં આવેલ બાડેમેર જિલ્લાનાં એક ધાર્મિક સ્થાન પર દર્શન કરવા ગયેલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક પરિવારને અકસ્માત નડ્યો હતો.
આ ઘટનામાં એકસાથે 4 લોકોના મોત થયા છે જયારે 5 લોકો ખુબ ગંભીર રીતે ઘાયલ થયા છે. ડીસાનો પરિવાર દર્શન કરીને બોલેરોમાં સવાર થઈ પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આમ આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ તેમજ ગમગીની છવાઈ છે.
એક જ પરિવારના 4 લોકોનાં મોત થયા, 5 ઘાયલ:
બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલ લક્ષ્મીપુરા ગામનો એક પરિવાર રાજસ્થાનના બાડમેર જિલ્લાનાં જસોલમાં માજિસા મંદિરે દર્શન કરવા ગયો હતો. પરિવાર ત્યાંથી દર્શન કરીને પાછો આવી રહ્યો હતો ત્યારે બાડમેર જિલ્લાના સિણધરી પાસે ભગતસિંહ મેગા હાઈવે પર બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ હતી.
આ ટક્કર એટલી ભયંકર હતી કે, બોલેરોનો ભુક્કે-ભુક્કો બોલી ગયો હતો તેમજ હાઈવે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થતા સારવાર અર્થે લઈ જવામા આવ્યા છે.
સિણધરીના પોલીસ ઈન્સપેક્ટર બલદેવરામ કહે છે કે, આ બંને વાહનોની ટક્કર એટલી જોરદાર હતી કે, બોલેરોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ટક્કરને કારણે રસ્તાના કિનારે વૃક્ષ પણ ધરાશયી થઈ ગયું હતું. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામા આવ્યા છે. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ ઘટનામાં મૃત પામેલ લોકોમાં ગોમતીબેન ચેનાભાઈ સુથાર, ચેનાભાઈ કાનજીભાઈ સુથાર, ભાવનાબેન કપૂરજી સુધાર, કાનાભાઈ બદાજી સામેલ છે. જયારે ઘાયલ થયેલા લોકોમાં દેવારામ ઉર્ફે દેવાજી અજાજી, કપૂરભાઈ અજયભાઈ, ભરતભાઈ ચમનાજી સુથાર, મોહન ચેનાભાઈ, હિના ઉર્ફે હિમાંશી કપૂરજી સામેલ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…