ગુજરાતમાં મન મુકીને વરસ્યા મેઘરાજા: 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થયું પાણી-પાણી

148
Published on: 4:27 pm, Mon, 20 June 22

હાલ ગુજરાતમાં મેઘરાજાની સવારી જામી છે. ત્યારે રવિવારે વરસાદ વરસતા 80થી વધુ તાલુકાઓમાં લોકોને ગરમીથી રાહત મળી હતી. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતનાં 2 જિલ્લા વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, મધ્ય ગુજરાતમાં પણ સમાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ચોમાસાની આગાહી કરવામાં આવતા જણાવ્યું છે કે, 26 કે 27 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની રહી છે. જેના કારણે 26 કે 27 જૂનથી રાજ્યમાં સારો વરસાદ ખાબકશે. 30 જૂન સુધીમાં રાજ્યનાં 95 ટકા વિસ્તારોમાં વરસાદ વરસી જશે. જુલાઇ મહિનામાં રાજ્યમાં વરસાદી હેલી જામવાની આગાહી પણ તેમણે કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં અને તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.

ભાવનગર શહેરમાં સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે. રવિવારે સવારથી કાળા ડીંબાગ વાદળો ઘેરાઈ રહ્યા હતા અને અચાનક ભાવનગર જિલ્લામાં મેઘરાજાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહુવાના મોટા જાગધાર ગામમાં વરસાદી માહોલ વચ્ચે વીજળી પડતા બે લોકોના મોત થયા છે. મનરેગાના રાહત કાર્યકરો પર વીજળી પડી હતી. અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છેલ્લા 11 દિવસથી મેઘરાજા મહેરબાન છે. જ્યારે આજે જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં હજી વરસાદની ધમાકેદાર એન્ટ્રી નથી થઇ. ત્યારે હવામાન ખાતાની આગાહી અનુસાર, હજુ પાંચેક દિવસ વાદળ છવાયેલા રહેશે. અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડશે. અઠવાડિયા પછી વરસાદ પાછુ જોર પકડશે. શહેર કરતા ગામડાઓમાં સારો એવો વરસાદ પડી ચૂક્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…