અહિયાં સર્જાયો ચમત્કાર: તળાવના ખોદકામ દરમિયાન મળી આવ્યું 4 ફૂટનું શિવલિંગ, લાગ્યા હર-હર મહાદેવના નારા

235
Published on: 2:53 pm, Wed, 18 May 22

બિહારના જમુઈના સિકંદરા બ્લોકના કુમાર ગામમાં મંદિરની બાજુમાં બનેલા તળાવની સુંદરતા વધારવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન પ્રાચીન શિવલિંગ અને માતા પાર્વતીની પ્રતિમા મળી આવી હતી. આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. સેંકડો લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હર હર મહાદેવના નારા લગાવવા લાગ્યા હતા.

શિવલિંગ અને માતા પાર્વતીની મૂર્તિ મળતા જ ગ્રામજનોએ પૂજા-અર્ચના શરૂ કરી દીધી હતી. શિવલિંગની લંબાઈ લગભગ ચાર ફૂટ છે. કુમાર ગામના રહેવાસી અને મંદિર સમિતિના સભ્ય અનુજ કુમાર સિંહે જણાવ્યું કે મંદિરની બાજુમાં તળાવના ખોદકામનું કામ ચાલી રહ્યું હતું.

જેસીબી મશીન વડે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે જેસીબીના ડ્રાઈવરે કહ્યું કે અહીં એક મોટો પથ્થર છે, જે શિવલિંગ જેવો દેખાય છે.  ત્યારબાદ તરત જ તેને સાવચેતીથી કાઢી સાથે ધોવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ શિવલિંગ અને માતા પાર્વતીની મૂર્તિ છે. જાણકારોનું કહેવું છે કે છેલ્લા 45 વર્ષમાં ત્રણ વખત મંદિરની આસપાસથી શિવલિંગ બહાર આવ્યું છે.

નેતુલા મંદિરનો ઈતિહાસ 2600 વર્ષ જૂનો છે. ભક્તોનું માનવું છે કે જે પણ ભક્તો અહીં આવે છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મા નેતુલા મંદિરમાં શિવલિંગ અને માતા પાર્વતીની મૂર્તિને લાલ કપડામાં રાખવામાં આવ્યા છે અને તેમની પૂજા કરવામાં આવશે.

મા નેતુલા મંદિર સમિતિના પ્રમુખ હરદેવ સિંહ કહે છે કે, જૈન ધર્મના પવિત્ર કલ્પસૂત્ર મુજબ 2600 વર્ષ પહેલા ભગવાન મહાવીર જ્યારે જ્ઞાન પ્રાપ્તિ માટે બહાર નીકળ્યા હતા ત્યારે તેમણે નેતુલા મંદિરની બાજુમાં આવેલા એક વડના ઝાડ નીચે પ્રથમ રાત્રિનો વિશ્રામ કર્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…