ગુજરાતમાં આવેલી ગાયની આ પ્રજાતિ એકસાથે એટલું દૂધ આપે છે કે, ચાર-ચાર લોકોને દોહવું પડે છે

Published on: 11:52 am, Tue, 26 October 21

દેશમાં દૂધ અને તેના ઉત્પાદનોની વધતી જતી માંગને કારણે, લાખો લોકો પશુપાલન અને ડેરી ફાર્મિંગનો વ્યવસાય કરે છે. આ સિવાય ગાયનું દૂધ પણ ખૂબ જ પૌષ્ટિક છે. પશુપાલકો ગાયને દુધાળા પ્રાણી તરીકે રાખવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, તે જાતિઓની ગાયની માંગ વધી છે કે, જે વધુ માત્રામાં દૂધ આપે છે. તો શું તમે જાણો છો કે ભારતમાં એવી ગાયો છે કે, જે દરરોજ 80 લિટર દૂધ આપે છે? ચાલો ભારતમાં સૌથી વધુ દૂધ આપતી ગાય વિશે જાણીએ…

ગુજરાતની ગીર ગાય:
ગુજરાતની ગીર ગાય ભારતની સૌથી મોટી દુધાળા ગાય ગણાય છે. ગીર ગાયના આંચળ ખૂબ મોટા હોય છે કે, જેથી ઓછામાં ઓછા 4 લોકો તેના દૂધને એકસાથે દોહે છે. આ ગાય એક જ દિવસમાં 50 થી 80 લિટર દૂધ આપતી હોય છે. આ ગાય ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે, જેથી તેનું નામ પણ ગીર ગાય રખાયું છે.

સાહીવાલ ગાય:
સાહિવાલ ગાય ભારતમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં જોવા મળતી હોય છે. આ ગાયની વિશેષતા એ છે કે, તે એક વર્ષમાં 2000 થી 3000 લિટર સુધીનું દૂધ આપે છે. આ જાતિની ગાય વાછરડું આપ્યા પછી લગભગ 10 મહિના સુધી દૂધ આપતી હોય છે.

લાલ સિંધી ગાય:
લાલ સિંધી ગાય સિંધ વિસ્તારમાં જોવા મળતી હોય છે કે, જેના કારણે તેને લાલ સિંધી ગાય નામ આપવામાં આવ્યું છે. આ ગાય ભારતમાં ઉચ્ચ દૂધ ઉત્પાદન માટે જાણીતી છે. આ જાતિની ગાય એક વર્ષમાં 2000 થી 3000 લિટર દૂધ આપે છે. જે ભારતના પંજાબ, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને ઓડિશા ક્ષેત્રમાં પણ જોવા મળે છે.

રાઠી ગાય:
આ જાતિની ગાયો મોટેભાગે રાજસ્થાનમાં આવેલ ગંગાનગર, બિકાનેર અને જેસલમેર વિસ્તારમાં જોવા મળતી હોય છે ત્યારે આપને જણાવી દઈએ કે, આ જાતિની ગાય ઘણું દૂધ પેદા કરવા માટે જાણીતી બની છે. રાઠી જાતિની ગાય એક દિવસમાં 15 લિટર દૂધ આપતી હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…