એકસાથે સક્રિય થયા ત્રણ-ત્રણ ‘લો પ્રેશર’- જાણો ક્યાં કેટલી છે અસર?

348
Published on: 5:56 pm, Fri, 24 September 21

છેલ્લા કેટલા દિવસોથી ગુજરાતમા અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. તે દરમિયાન આજે વહેલી સવારે જામનગરમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. એટલું જ નહીં, છેલ્લાં 24 કલાકમાં સુરત, વલસાડ, નવસારી, કચ્છ, અમદાવાદ, મહેસાણા સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 25-26 તારીખથી વરસાદ વધારે પડી શકે છે.

પહેલી નબળી:
પ્રથમ લો-પ્રેશર સિસ્ટમ પશ્ચિમ રાજસ્થાન પર સક્રિય છે. જે ધીમે-ધીમે નીચે એટલે કે, ગુજરાત નજીક પહોચવા જઈ રહી છે. તેને કારણે ગઇકાલથી જ ઉત્તર ગુજરાત-કચ્છ અને ઉત્તર પશ્વિમ સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે સારો એવો વરસાદ પડ્યો છે.

બીજી નબળી:
બંગાળની ખાડીમાંથી આવીને બીજી લો-પ્રેશર સિસ્ટમ મધ્ય ભારતના છતીસગઢમાં પહોચી ગઈ છે. જોકે તે ધીમે-ધીમે આગળ વધીને પશ્ચિમ રાજસ્થાન-ગુજરાત નજીક રહેલી સિસ્ટમન સાથે મળીને ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ ફરીથી ગુજરાતમાં વરસાદમાં વધારો જોવા મળશે.

જ્યારે 3 મજબૂત:
બંગાળની ખાડીમાં 27-28 તારીખની આજુબાજુ ત્રીજી લો-પ્રેશર બનવાની છે. આ લો-પ્રેશર સિસ્ટમ મજબૂત હોઈ શકે છે. ડીપ-ડિપ્રેશન સુધી જવાની સંભાવનાઓ રહેલી છે. જો કે, આની અસર ગુજરાત પર કેટલી થશે તેમની માહિતી આગામી દિવસોમાં મળી શકે છે.

આગમી પાંચ દિવસ સુધીની હવામાન વિભાગ દ્રારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન પર સર્જાયેલ સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળશે. ભારે વરસાદની આગાહી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી છે, તો સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પવન સાથે ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

લો-પ્રેશર બંગાળની ખાડીમાં 27-28 તારીખ આજુબાજુ મજબૂત બનશે. જેમના ભાગરૂપે ગુજરાતમાં 4 – 5 ઓક્ટોબર સુધી વરસાદ શરુ રહેશે. ત્યારબાદ વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો જોવા મળે છે. આવનાર દિવસોમા વરસાદ અતિભારે નહીં હોય, પરંતુ ગુજરાતના ઘણા બધા ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ છે તે પૂર્ણ થઇ શકે તેવા પૂરેપૂરા સંજોગો જોવા મળ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…