JCB ને સાઈડ આપવા જતાં ટેમ્પો પલટી ખાઈ ગયો, 3 મજૂરના દબાઈ જતા કરુણ મોત – ‘ઓમ શાંતિ’

346
Published on: 2:12 pm, Thu, 5 May 22

આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં સાવલી તાલુકાના લામડાપુરા ગામ નજીક આવેલ નિરમા કેનાલ પર રેલવેનો સામાન લઈને પસાર થતો આઇસર ટેમ્પો રોડની સાઈડ પરથી પલટી ખાઈ જતાં ત્રણ મજૂરના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, સાવલીના લામડાપુરા કેનાલ પરથી આઈસર ટેમ્પો આણંદ જિલ્લાના અડાસ ગામેથી રેલવેનો સામાન લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન, એક પ્રેસ પાસે સામેથી આવતા જેસીબીને સાઈડ આપવા જતાં ટેમ્પો પલટી ખાઇ ગયો હતો.

ત્યારે પાછળ બેઠેલા ત્રણ મજૂરો દબાઈ જતા ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટના બાદ રાહદારીઓ અને કારખાનાના કામદારો એકઠા થઈ ગયા હતા. હાઈડ્રોની મદદથી મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ભાદરવા પીએસઆઈ બી.એન.ગોહિલ દ્વારા ઘટનાસ્થળે પહોંચી મૃતકોની લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. અકસ્માતમાં બાબુ પગી, અમરસિંગ રાયસિંગ પગી, વિક્રમ રામસિંગ પગી તમામના મોત નીપજ્યા હતા. હોસ્ટેલ ચોકી શેખપુર, તા.શેહરા, જિલ્લો પંચમહાલ હોવાનું જાણવા મળે છે.

જાણવા મળ્યું છે કે, ટેમ્પો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ટેમ્પોમાં સવાર તમામ મજૂરો કન્સ્ટ્રક્શનમાં કામ કરતા હતા અને ટેમ્પોમાં કુલ ડ્રાઇવર સહિત છ લોકો સવાર હતા. જેમાં ત્રણ જણાનો આબાદ બચાવ થયો હતો. તેઓ રેલવેમાં વિવિધ પ્રકારની મજૂરી કરતા હતા અને અડાસ ગામે રેલવેનું સમારકામ પતી જતાં પરત ફરતી વખતે તેમને આ અકસ્માત નડ્યો હતો. ભાદરવા પોલીસ દ્વારા હાલ મહેન્દ્ર અમરસિંહ પગીની ફરિયાદના આધારે અકસ્માત મોત ગણી તપાસ હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, નિરમા કેનાલની સાઇડ ઉપર રોડને અડીને સલામતી માટે કોઇ રેલિંગ કે દીવાલ ન હોવાના કારણે આ આઈસર ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. આ રોડ પર નિરમા કંપનીના ભારદારી વાહનો પસાર થતા હોવાથી સંબંધિત વિભાગ રાહદારીઓના સલામતી માટે યોગ્ય તજવીજ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…