ખેતરમાં રમતી ફૂલ જેવી દીકરી પર મોત બની પડ્યો વીજ વાયર- બે ઘટનાઓમાં ત્રણ લોકોએ ગુમાવ્યા જીવ

194
Published on: 12:58 pm, Wed, 20 October 21

ઘણીવાર વીજ વિભાગની નાની એવી ભૂલને લીધે માસુમબાળકો તેમજ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. રાજ્યના દેવભૂમિ દ્વારકામાં વીજ-કરન્ટ લાગતાં 3 લોકોનાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે.

બે જુદી-જુદી ઘટનામાં 8 વર્ષીય બાળકી સહિત 3 લોકોનાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. જિલ્લામાં આવેલ ચાસલાણા ગામમા વીજપોલ પર રિપેરિંગ કરતા યુવાનને કરંટ લાગતાં તેને બચાવવા માટે ગયેલ યુવકનું પણ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું. જ્યારે જીવંત વીજ વાયર માથે પડતાં ગઢકા ગામમાં 8 વર્ષીય બાળાનું મોત થયું હતું.

એકને બચાવવા જતાં બીજા યુવાનને કરંટ લાગ્યો:
મળી રહેલ જાણકારી પ્રમાણે, જિલ્લામાં આવેલ ચાસલાણા ગામે 30 વર્ષનાં યુવાન ઇલેક્ટ્રિક પોલ પર કામ કરી રહ્યો હતો. આ સમયે ટીસીના એંગલ પર ચોંટી ગયો હતો કે, જેને જોઇ નીચે ઉતારવા જતા અન્ય 47 વર્ષનાં યુવાનને પણ કરંટ લાગતાં બંનેનાં મોત નીપજ્યા હતાં.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા:
કલ્યાણપુર તાલુકામાં આવેલ ચાસલાણા ગામના ખેતરમાં સબ-સ્ટેશન પર રિપેરિંગ કામગીરી કરતા જઈ રહેલ એક વ્યક્તિને વીજ-કરન્ટ લાગ્યો હતો. બાદમાં બીજી વ્યક્તિ તેને બચાવવા માટે જતાં તેને પણ વીજ-કરન્ટ લાગતાં 2 લોકોનાં મોત થયા હતાં. આ ઘટનાની જાણ થતાંની સાથે જ કલ્યાણપુર પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા.

ખેતરમાં રમતી બાળકી પર જીવંત વાયર પડતાં થયું મોત:
અન્ય એક ઘટના જોઈએ તો, કલ્યાણપુરમાં આવેલ ગઢકા ગામમા ખેતરમાં જીવંત વીજ વાયર નીચે પડતાં બાળકીનું મોત નીપજ્યું હોવાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. આ બાળકી ખેતરમાં રમતી હતી. વીજ-કરન્ટની 2 ઘટનામાં કુલ 3 મોત નીપજતાં કલ્યાણપુર પંથકમાં શોક ફેલાઈ ગયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…