ગંભીર અકસ્માતમાં નાની બાળકી સહીત માતા-પિતાના મોતથી મરણચીંસોથી ગુંજી ઉઠ્યો અમરેલી હાઇવે

564
Published on: 2:44 pm, Fri, 24 December 21

અમરેલી જિલ્લામાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન અમરેલી જીલ્લામાં બનેલી જુદી જુદી અકસ્માતની ઘટનામાં કુલ 10 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ત્યારે ગઈકાલના રોજ કુંકાવાવ હાઈવે પર ટ્રકચાલકે એક બાઈક સવાર દંપતી અને તેની બાળકીને અડફેટે લેતા ત્રણેય લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. ગમખ્વાર અકસ્માત દરમિયાન ઘટનાસ્થળ પર ટ્રક પણ પલટી મારી ગયો હતો.

અમરેલી જિલ્લાનો કુંકાવાવ હાઈવે ગઈકાલના રોજ મરણચીંસોથી ગુંજી ઉઠ્યો હતો. હાઈવે પરથી જઈ રહેલા એક ટ્રકચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક પર જઈ રહેલા દંપતી અને તેની પુત્રીના ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતમાં ટ્રક અને બાઈક વચ્ચેની ટક્કર એટલી ખતરનાક હતી કે ટ્રક ઘટનાસ્થળ પર જ પલટી મારી જવા પામ્યો હતો.

અકસ્માતમાં ટ્રક પલટી જવાને કારણે ત્રણ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાઈક પર જઈ રહેલા દંપતી અને બાળકીનું કરુણ મોત નિપજતાં ત્રણેય મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ મેળવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્રણેય મૃતકો પરપ્રાંતીય શ્રમિકો હોવાનું પ્રથમ અનુમાન લગાવવામાં આવ્યું છે.

 છેલ્લા 4 દિવસમાં 10 લોકોનાં મોત થયા ચકચાર:
અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી અકસ્માતના બનાવોમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા સાવરકુંડલા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોનાં ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે બીજો બનાવ બગસરા નજીક ત્રિપલ અકસ્માતનો બન્યો હતો જેમાં બે લોકોનાં કરુણ મોત નિપજ્યા હતા. ત્યાર પછી ત્રીજો બનાવ ખાંભા નજીક બન્યો હતો જેમાં એક વ્યકિતનું મોત નિપજ્યું હતું. આજે ચોથો બનાવ બનતા તેમાં ત્રણ લોકોના મોત નીપજતા હાઈવે લોહીલુહાણ થઇ ગયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…