ગુજરાતમાં દેખાઈ ‘ગુલાબ’ વાવાઝોડાની ભયંકર અસર- વીજળીના કડાકાભડાકા સાથે મન મુકીને વરસ્યા મેઘરાજા

192
Published on: 1:09 pm, Mon, 27 September 21

‘ગુલાબ’ વાવાઝોડું બંગાળની ખાડીમાં થયેલ સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને લીધે રાજ્યના અમદાવાદ તથા ગાંધીનગરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો ત્યારે વહેલી સવારમાં 10 વાગ્યાનાં સુમારે વરસાદની શરૂઆત થઈ હતી કે, જે હજુ પણ શરુ જ રહ્યો છે ત્યારે નોકરીએ જતાં લોકોને વરસાદને લીધે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ઠેર-ઠેર પાણી ભરાઈ જવાને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. બીજી બાજુ અમદાવાદની રાજપથ ક્લબની પાછળના રોડ પર 20 મીનિટના વરસાદમાં પાણી ભરાઈ ચુક્યા છે ત્યારે અતિભારે વરસાદને લીધે AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર પ્રશ્નો સર્જાયા છે. સાબરમતિ પોલીસ મથક, RTO સર્કલ, હેલ્મેટ સર્કલ નજીક મેટ્રોના કામકાજ સ્થળે પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો.

રાજ્યમાં 83% વરસાદ થયો:
સમગ્ર રાજ્યમાં છેલ્લા ફક્ત 24 કલાકમાં 147 જેટલા તાલુકામાં મુશળધાર વરસાદ નોંધાયો છે કે, જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુર, બનાસકાંઠા તથા વડોદરામાં નોંધાયો છે. ક્વાંટ, ડિસા તથા ડભોઈમાં પણ વરસાદ નોંધાતા લોકોમાં રાહત જોવા મળી છે. જ્યારે આજે સવારનાં 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં 14 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જેમાંથી રાજ્યના સુરેન્દ્રનગર, મહેસાણા તથા પાટણ જિલ્લામાં અતિભારે વરસાદ નોંધાયો છે. આની સાથોસાથ જ દસાડામાં 18 મિમી, ખેરાલુમાં 15 મિમી તથા વડનગરમાં 10 મિમી વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સિઝનનો કુલ 27 ઈંચ સાથે 83% વરસાદ નોંધાયો છે.

​​​​​​રાજ્યના આ જિલ્લામાં વરસાદની વકી:
રાજ્યમાં 28 સપ્ટેમ્બરનાં રોજ આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તથા 29 સપ્ટેમ્બરથી 60 કિમીની ગતિના પવન સાથે દક્ષીણ ગુજરાતમાં આવેલ વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ દીવમાં મધ્યમથી અતિભારે વરસાદ થઈ શકે છે.

30 સપ્ટેમ્બરનાં રોજ દક્ષિણ ગુજરાતમાં આવેલ રાજ્યના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ, ઉત્તર તથા મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી લઈને અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.

રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 79 જળાશય:
હાલમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ જણાવે છે કે, સરદાર સરોવરમાં હાલમાં કુલ 1,86,731 MCFT પાણીનો સંગ્રહ રહેલો છે કે, જે કુલ સંગ્રહ શક્તિના 55.89% છે. સિંચાઇ વિભાગ જણાવે છે કે, રાજ્યનાં 206 જળાશયમાં 4,18,556 MCFT પાણીનો સંગ્રહ છે કે, જે કુલ સંગ્રહશક્તિના 75.09% જ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…