દીકરીના લગ્નના દિવસે જ 24 જેટલા પરિવારજનો મોતને ભેટ્યા- આત્મા કંપાવી દેશે આ ઘટના

788
Published on: 11:33 am, Sat, 25 December 21

હાલમાં રાજસ્થાનના સવાઇ માધોપુરમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રમેશ ચંદ્રએ પોતાની દીકરી પ્રીતિના લગ્નની તમામ વિધિ આંસુ છૂપાવીને પૂરી કરી હતી. ક્યારેક ખૂણામાં જઇને થોડું રડી લેતા તો ક્યારેક પોતાને સંભાળી લેતા પરંતુ દીકરી અને પત્નીને એ વાતની જાણ ના થવા દીધી કે, લગ્નમાં સામેલ થવા આવી રહેલા તેના પિયરપક્ષના 24 લોકોના અકસ્માતમાં મૃત્યુ થયા હતા.

દુલ્હન બનેલી દીકરી વારંવાર પૂછતી રહી કે, મામા-મામી ક્યારે આવશે તો એ સમજાવતો રહ્યો કે ટૂંક સમયમાં જ આવી જશે. તેમનો ફોન નથી લાગી રહ્યો, તેઓ રસ્તામાં છે. દુલ્હન અને તેની માતા રાતે વરમાળા થવા સુધી સહજ રીતે તમામ વિધિ નિભાવતી રહી.

મળતી માહિતી મુજબ, 26 ફેબ્રુઆરી, 2019 બુધવારના સવારે 10 વાગ્યે બૂંદીની મેજ નદીમાં એક બસ ખાબકી હતી. બસમાં 30 લોકો સવાર હતા. જેમાં 24 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયા. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. આ બસમાં પૂરો પરિવાર ભાણી પ્રીતિના લગ્નમાં સામેલ થવા માટે કોટાથી સવાઈ માધોપુર જઇ રહ્યાં હતા.

રમેશ પોતાની દીકરીના લગ્નને લઇને ખુશ હતો. તે એવું જ વિચારી રહ્યો હતો કે, ટૂંક સમયમાં જ તેના સાસરિયાના લોકો આવી જશે એટલે લગ્નની વિધિ થઇ જશે. પરંતુ, લગ્ન ગાર્ડનમાં તેમને એક દુઃખદ ઘટના જાણવા મળી હતી. તેમને કહેવામાં આવ્યું કે, જે બસમાં તેમના સાસરિયાના લોકો આવી રહ્યાં હતાં. તે બસ નદીમાં ખાબકી છે અને તેમાં 24 લોકોના મોત નીપજ્યા છે. આ વાત સાંભળી રમેશના પગ નીચેથી જમીન ખસી ગઇ અને તે લગ્ન મંડપમાંથી બહાર નીકળી રસ્તા પર જઇ રડવા લાગ્યા.

રમેશ પોતાની દીકરીના લગ્નને લઇને ખુશ હતો. તે એવું જ વિચારી રહ્યો હતો કે, ટૂંક સમયમાં જ તેના સાસરિયાના લોકો આવી જશે એટલે લગ્નની વિધિ થઇ જશે. પરંતુ, લગ્ન ગાર્ડનમાં તેમને એક દુઃખદ ઘટના જાણવા મળી હતી. તેમને કહેવામાં આવ્યું કે, જે બસમાં તેમના સાસરિયાના લોકો આવી રહ્યાં હતાં, તે બસ નદીમાં ખાબકી છે અને તેમાં 24 લોકોના મોત નીપજ્યા છે. આ વાત સાંભળી રમેશના પગ નીચેથી જમીન ખસી ગઇ અને તે લગ્ન મંડપમાંથી બહાર નીકળી રસ્તા પર જઇ રડવા લાગ્યા.

એકસાથે 24 લોકોના મોતથી રમેશ સાવ ભાંગી પડ્યો હતો. ત્યારબાદ સંબંધીઓ દ્વારા સાંત્વના આપી સમજાવ્યો હતો કે, જાન નીકળી ગઇ છે. ગમે ત્યારે અહીં પહોંચશે. જો તમે દીકરી અને માતાને આ દુર્ઘટના વિશે જાણ કરશો તો તેઓ આઘાત સહન નહીં કરી શકે. લગ્ન વિધિ પૂર્ણ થવી જરૂરી છે.

નોંધનીય છે કે, 21 અલગ અલગ એમ્બ્યૂલન્સની મદદથી તમામ મૃતકોના મૃતદેહને સ્મશાનઘાટ લઇ જવામાં આવ્યા હતાં. એવું લાગી રહ્યું હતું કે, આખું ગામ ખતમ થઇ ગયું છે. એમ્બ્યૂલન્સ આવતાં જ આખું ગામર શોકમગ્ન બની ગયું હતું. બીજી બાજુ જાનૈયાઓ દ્વારા રમેશની હિંમતની દાદ આપવામાં આવી હતી. આ દરમિયાન, આટલી મોટી દુર્ઘટના બની હોવા છતા જે કોઇ પણ રમેશ પાસે જતા તેના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી દેખાતી. જોકે, પછીથી તેઓ બધાથી છૂપાઇને મિત્રોના ખભા પર માથું મૂકીને રડી લેતા હતા.

બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા 24 લોકોના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા હતા. આ દ્રશ્ય સંબંધીઓ જોઇ કલ્પાંત કરી રહ્યાં હતા. 21 લોકોની એક સાથે નીકળેલી અંતિમ યાત્રામાં લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ સામેલ થયા હતા. આ ગંભીર અકસ્માતમાં મૃતકોમાં બે પરિવાર એવા હતા જેમાં પતિ-પત્ની અને એક-એક બાળકો પણ સામેલ હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…