ખતરનાક પ્રાણીઓથી પોતાની જાતને હંમેશા સંભાળીને રાખવી જોઈએ. તેઓ ગમે ત્યારે હિંસક બની જતા હોય છે. હાલ એવી જ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. પશ્ચિમ મેક્સિકોમાં પેરીબન નામના સ્થળે આ ભયાનક ઘટના બની હતી. અહીં વાઘને ખોરાક આપતી વખતે પાંજરાની અંદરથી એક વ્યક્તિનો હાથ વાઘે ચાવી લીઘો હતો. આ ઘટનામાં 23 વર્ષીય યુવક હાર્ટ એટેકનો પણ ભોગ બન્યો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. જેને પગલે ચકચાર મચી જવા પામી હતી.
આ વ્યક્તિ કોઈ પણ પ્રકારની મજા લઇ રહ્યો નહોતો, પરંતુ તે હંમેશની જેમ વાઘને ખવડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ એક દિવસ વાઘની દેખરેખ કરવાવાળા વ્યક્તિને જ પ્રાણી પર પ્રેમ બતાવવો ભારે પડી ગયો. આ વ્યક્તિ પિંજરામાં બંધ વાઘ પર હાથ ફેરવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક હિંસક બનેલા વાઘે તેના પર હુમલો કરી દીધો. જેને કારણે તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. આ પછી તેને સારવાર માટે તાત્કાલિક પણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ઝૂની સંભાળ લેનાર 23 વર્ષીય જોસ ડી જીસસ નામના વ્યક્તિએ વાઘને ખવડાવવા માટે વાઘની નજીક આવ્યો હતો. આ પછી વ્યક્તિએ વાઘની ગરદન પર હાથ ફેરવાનું શરૂ કર્યું. પરંતુ વાઘનો મૂડ અચાનક જ બદલાઈ ગયો. જે પછી તેણે વ્યક્તિ પર હુમલો કર્યો. વાઘે તેનો હાથ ખેંચ્યો અને તેના જડબામાં લઇ લીધો. જે બાદ તેણે પોતાના તીક્ષ્ણ દાંત વડે હુમલો કર્યો. વાઘના હુમલા બાદ માણસના હાથમાંથી લોહીની ધાર વહેવા લાગી.
આ પછી ગંભીર રીતે ઘાયલ થયેલ જોસને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેણે હાથને કાપવાનો ઈન્કાર કર્યો. ડૉક્ટરોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે પરિસ્થિતિ જટિલ બની ગઈ હતી અને ડાયાબિટીસના દર્દી જોસને હાર્ટ એટેક આવ્યો. જે બાદ તે મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. તે ઘણા પ્રાણીઓને ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં રાખે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…