પત્નીની અંતિમ ઇચ્છાને બનાવ્યો પોતાનો જીવનમંત્ર: દરરોજ સેકંડો લોકોનાં આંતરડા ઠારે છે વડોદરાનાં દિનેશભાઈ

209
Published on: 3:58 pm, Mon, 25 October 21

ગઈકાલે એટલે કે, રવિવારનાં રોજ પરિણીતા મહિલાઓનું કરવા ચોથનું વ્રત હતું. મહિલાઓ કરવાચોથનું વ્રત કરીને પતિના લાંબા આયુષ્ય માટેની કામના કરતી હોય છે ત્યારે જો કે, કરવાચોથે બીમારીથી મૃત્યુ પામેલ પત્નીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે વડોદરામાં આવેલ માંજલપુરના આધેડ છેલ્લા 4 વર્ષથી ગરીબ લોકોને જમાડીને સેવા કરી રહ્યા છે.

દિવસે સામાન્ય લારી ચલાવીને એમાંથી થતી આવકથી ગરીબ-નિઃસહાય લોકોને બે ટંકનું ભોજન કરાવી રહ્યા છે. માંજલપુરમાં રહેતા તેમજ કુબેરભવનની પાછળ સેવઉસળની લારી ચલાવતા 58 વર્ષીય દિનેશભાઇ શર્માએ સયાજીમાં આવતા દર્દીનાં પરિવારજનોને જમવાની તકલીફ ન પડે એનાં માટે દરરોજ 200 લોકોને જમાડવાની સુવિધા ઊભી કરવામાં આવી છે.

ગંભીર બીમારીથી પીડાતાં તેમનાં પત્ની અનિતાબેન શર્માની સારવારમાં તેમની દુકાન તેમજ મકાન એમ બધું જ વેચાઈ ગયું હતું. સતત 8 વર્ષની સારવાર પછી પણ વર્ષ 2015ના ઓકટોબર માસમાં કરવાચોથે તેમની પત્નીએ અંતિમ શ્વાસ લીધા હતા.

સારવારના અંતિમ દિવસોમાં અનિતાબેને સયાજીમાં આવતા અન્ય દર્દીનાં પરિજનોને પડતી હાલાકીને જોઈ પતિ દિનેશભાઇ શર્માને આવ લોકો માટે જમવાની વ્યવસ્થા થઈ શકે તો એ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પત્નીની ઈચ્છાને દિનેશભાઈએ જીવનમંત્ર બનાવ્યો હતો.

આની સાથે જ પોતે દિવસ દરમિયાન જે કઈપણ કમાણી કરે એને નિરાશ્રિતો તથા નિઃસહાય લોકોના જમવા પાછળ ખર્ચવાની નેમ લીધી હતી. પરિવારમાં 4 દીકરીની જવાબદારીની સાથે દિનેશભાઇ શર્માએ આ કાર્ય ઉપાડ્યું તેમજ 4 વર્ષથી તેઓ સવારમાં 75 લોકો તેમજ સાંજે 125થી 150 લોકોની આંતરડી ઠારી રહ્યા છે.

તેમણે શ્રીકૃષ્ણ વાસુદેવાય સેવા ટ્રસ્ટ બનાવ્યું છે. આ સેવાયજ્ઞમાં તેમની 4 દીકરી તેમજ 2 જમાઈ પણ જોડાયેલા છે. પંચમુખી હનુમાનજીના મંદિરની સામે સવારે બે રોટી તેમજ લસણની ચટણી તથા સાંજે કઢી, ખીચડી અથવા તો દાળભાત તેમજ શાક અને રોટલી પીરસે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…