સોમનાથ મંદિર પાસેથી 2 ભિખારીની તપાસ કરતા એવી ઘટના સામે આવી કે… અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

641
Published on: 3:02 pm, Sun, 2 January 22

હાલમાં સોમનાથ વિસ્તારને ભિખારીઓ અને માનસિક વિકલાંગ લોકોથી મુક્ત બનાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સોમનાથ યાત્રાધામમાં મંદિરની આસપાસ ઘણા લોકો પોતાનું જીવન ગુજારવા અને રોજી રોટી માટે નાના મોટા ધંધા ચલાવતા જોવા મળે છે. આ સાથે જ મંદિર આજુબાજુ ભિક્ષુકો પણ જોવા મળે છે. ભિક્ષુકો આપણને લગભગ દરેક ધાર્મિક સ્થળ આજુબાજુ જોવા મળતા હોય છે.

અભિયાન મુજબ મંદિરની આસપાસના વિસ્તારમાં ફરતા રહેતા ભિખારીઓ તેમજ જે માનસિક રીતે વિકલાંગ છે તેમને યોગ્ય જગ્યાએ મોકલવાની અને મંદિર પરિસર અને આજુબાજુના વિસ્તારને આનાથી મુક્ત બનાવવાની ઝુંબેશ. આ ઝુંબેશ તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે.

આ દરમિયાન, એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, એક ભિખારી એવો હતો કે જે સરકારી પેન્શન મેળવે છે. એ પણ સામાન્ય પેન્શન નહીં પરંતુ કે, 30 હજારથી વધુ સરકારી પેન્શન મેળવતા લોકો પણ અહીં ભીખ માંગતાં હોય એવા દાખલા સામે આવ્યા છે. અહેવાલ અનુસાર 2 ભિખારી એવા છે કે, જેઓ સરકારી અધિકારી હતા અને હાલ 30 હજારથી વધુનું તેઓ પેન્શન મેળવે છે. તેમ છતાં અહીં ભીખ માંગવા આવ્યા છે.

આ ઝુંબેશ વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે. હકીકતમાં આ અભિયાન દ્વારા મંદિર વિસ્તારને ભિખારી મુક્ત જ નથી બનાવી રહ્યું, સાથે સાથે આવા નિરાધારોને આધાર પણ મળી રહ્યો છે. નિરાધારને આધારની આ ઝુંબેશમાં પાલિકાના શેલ્ટર હોમમાં લઇ જવામાં આવી રહ્યા છે. તો માનસિક વિકલાંગને નિરાધારનો આધાર આશ્રમ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. આ આશ્રમ ટોલનાકા નજીક આવ્યો છે. જેમાં 4-5 માનસિક વિકલાંગ લોકોને મોકલવામાં આવ્યા છે.

તો જ્યાં શેલ્ટર હોમમાં આ નિરાધારોને રાખવામાં આવ્યા છે. ત્યાં તેમને અનેક સુવિધા પણ આપવામાં આવી રહી છે. શેલ્ટર હોમમાં આ ભિખારીઓને ન્હાવા માટે, ચા-પાણી અને નાસ્તા માટેની સુવિધા છે. આ સાથે દિવસમાં બે સમય જમવા માટે પણ આપવામાં આવે છે. અહેવાલ મુજબ નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે કે, સોમનાથ વિસ્તારને ભિખારીઓ અને માનસિક વિકલાંગ લોકોથી મુક્ત બનાવવા અને એમને આશરો આપવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…