શાળા માંથી ગુલ્લી મારી નદીમાં નાહવા ગયા અને મળ્યું મોત, બંનેના મોત થતા પરિવારમાં છવાયો

183
Published on: 9:23 pm, Wed, 6 October 21

અવારનવાર પાણીમાં ડૂબી જવાથી મોત(Death by drowning) થયા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. તેવામાં ફરી એક વાર ભિલાઈ(Bhilai)માં મંગળવારે બે વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી ગયા(Two students drowned in the river) હતા. બંને વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી બંક મારીને પોતાના અન્ય એક મિત્ર સાથે શિવનાથ નદીમાં(In the Shivnath river) નહાવા ગયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ(Disaster Management Team) અને પોલીસે(Police) એકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પરંતુ બીજાનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. આ ઘટના રિસાલી પોલીસ સ્ટેશન(Risali Police Station) વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, બરોડા સેક્ટર સ્ટીલ ક્લબમાં રહેતા આદર્શ ચંદ્રકર , ગાર્ડન ચોકમાં રહેતા તૌસીફ અન્સારી અને રૂઆબંધના રહેવાસી આયુષ શાંડિલ્ય, ત્રણેય જુદી જુદી શાળાઓમાં 11 માં ધોરણના વિદ્યાર્થીઓ છે અને તેઓ ખાસ મિત્ર પણ હતા. ત્રણેય મિત્રો મંગળવારે બપોરે 12 વાગ્યે સ્કૂલમાંથી નિકળ્યા હતા અને શિવનાથ નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા.

ત્યારબાદ નદીના કિનારે ચપ્પલ કાઢીને તેઓ નદીમાં નાહવા માટે પડ્યા હતા. તે દરમિયાન રમત રમતમાં ત્રણેય વ્યક્તિ ઊંડા પાણીમાં જતા રહ્યા હતા. જેને કારણે આદર્શ અને આયુષ ઊંડા પાણીમાં ફસાઈ ગયા હતા. તેમને ડૂબતા જોઈને તૌસીફે પહેલા તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તે બચાવવાનો આ સફળ રહેતા તેને આસપાસના લોકોની મદદ લીધી હતી. લોકો પહોંચે તે પહેલા બંને વિદ્યાર્થીઓ નદીમાં ધોવાઇ ગયા હતા. પોલીસે સાંજે 4.15 વાગ્યે આયુષનો મૃતદેહ મળ્યો હતો, જયારે હજુ આદર્શની શોધ ચાલી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…