બોર્ડર પર વિસ્ફોટ થતા ભારતીય સેનાના બે જવાનોએ શહીદી વહોરી – ‘ઓમ શાંતિ’

Published on: 10:50 am, Sun, 31 October 21

દેશના જવાનો શહીદ થયાના દુખદ સમાચાર ઘણીવાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં આવા જ એક સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના નૌશેરા-સુંદરબની સેક્ટરમાં LOC પાસે લેન્ડમાઈન બ્લાસ્ટમાં એકસાથે 2 જવાન શહીદ થયા છે તેમજ અન્ય ત્રણ ઘાયલ થયા હતા.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, લેન્ડમાઈન પર પેટ્રોલિંગ કરતી વખતે વિસ્ફોટ થયો હતો. જ્યારે એક અધિકારી અને એક જવાન શહીદ થયા હતા. માહિતી મળતાની સાથે જ અન્ય સૈનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલોને આર્મી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા કે, જેમાંથી બે જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

જમ્મુ ક્ષેત્રના સંરક્ષણ પ્રવક્તા જણાવે છે કે, નૌશેરા સેક્ટરમાં પેટ્રોલિંગ દરમિયાન એક સુરંગ વિસ્ફોટ થયો હતો કે, જેમાં ભારતીય સેનાના બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બાદમાં મૃત્યુ પામ્યા હતા. ઘાયલ થયેલા અન્ય સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

પ્રવક્તાએ કહ્યું હતું કે, લેફ્ટનન્ટ ઋષિ કુમાર અને સિપાહી મનજીત બહાદુર ખૂબ જ બહાદુર અને મહેનતુ હતા કે, જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે. બંને બહાદુર સૈનિકોના સર્વોચ્ચ બલિદાન માટે દેશ અને ભારતીય સેના હંમેશા ઋણી રહેશે. લેફ્ટનન્ટ ઋષિ કુમાર બિહારના બેગુસરાયના રહેવાસી હતા કે, જ્યારે સિપાહી મનજીત સિંહ સિરવેવાલા પંજાબના ભટિંડાના હતા.

આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા આતંકી હુમલામાં બે અધિકારી સહિત 9 જવાનો શહીદ થયા હતા. એવું માનવામાં આવે છે કે, આતંકવાદીઓ પૂંચના જંગલોમાં છુપાયેલા છે. જેને લીધે છેલ્લા ત્રણ સપ્તાહથી નૌશેરા સેક્ટરમાં સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. નૌશેરા સેક્ટર રાજૌરી જિલ્લા હેઠળ આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…