સૂર્યપુત્રી તાપી બે કાઠે વહેતા સુરતીઓના જીવ અધ્ધર થયા- ઉકાઈ માંથી પાણી છોડતા સર્જાયા રોદ્ર દ્રશ્યો- જુઓ વિડીયો

348
Published on: 4:56 pm, Wed, 29 September 21

રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સુરત શહેર સાથે જિલ્લામાં પણ ભારે વરસાદને લઈ ખાડીઓના લેવલમાં વધારો થતાં શહેરના માથે ખાડીપૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. જાણવા મળ્યું છે કે, ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતી ખાડીઓના સ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ, શહેરમાં સરેરાશ 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત, ભેદવાડ ખાડી ભયજનક સપાટી 6.75 મીટરની લગોલગ છે, જ્યારે મીઠીખાડી ઓવરફલો થઈ શકે છે. ખાડીપૂરના સંક્ટથી પાલિકાનું તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. ઉકાઈની સપાટી જાળવી રાખવા માટે હાલ ડેમમાંથી 2 લાખ પાણી છોડાઈ રહ્યું છે. જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે. આ દરમિયાન, નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત પાલિકાના તમામ કર્મચારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે.

આ દરમિયાન, સુરત મેયર હેમાલી બોઘાવાલા દ્વારા સુરત મહાનગરપાલિકા ખાતે કંટ્રોલરૂમ જેમાં ફાયર, ઈમર્જન્સી તેમજ ફલડ કંટ્રોલરૂમ સમન્વય સંકલનની કામગીરી કરવામાં આવી રહી છે. તેની મુલાકાત લીધી સમીક્ષા કરી તેમજ સેન્ટ્રલ ઝોનમાં ધાસ્તીપુરા વિસ્તાર ખાતે આવેલ ફ્લડ ગેટની પણ મુલાકાત લીધી હતી. મેયર અને અધિકારીઓ દ્વારા સ્થાનિક રહીશોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી.

ખાડીપૂરના જોખમને લઈને ડિ-વોટરિંગ પંપ સહિતની વ્યવસ્થા કરી મીઠીખાડી પર બે હોડી, ચાર-ચાર સભ્યની બે ટીમ અને 1 ફાયરની ગાડી સ્ટેન્ડબાય કરવામાં આવી છે. જ્યારે પાંડેસરા રામજી મંદિર પાસે 1 હોડી સાથે એક ટીમ છે. શહેરમાં સૌથી વધુ ઉધના ઝોનમાં 3.8 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ શહેર તથા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરત શહેરમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો જેને પગલે ઉધના નવસારી રોડ, એસ.ટી. ડેપો નજીક બીઆરટીએસ માર્ગ ગરકાવ તેમજ સર્વિસ રસ્તાઓ પર પણ ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા હતાં. આ સાથે જ ભારે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ જવા પામી હતી.

ઉકાઈની સ્થિતિ
જાણવા મળ્યું છે કે, ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉકાઇ ડેમમાંથી બુધવારે સવારે આઠ વાગ્યે 341.06 ફૂટ નોંધાઈ છે. 1.90 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેચમેન્ટમાં ધોધમાર વરસાદથી ડેમમાં 2.95 લાખ ક્યૂસેક પાણી ઠાલવવામાં આવ્યું હતું. ડેમનું પાણી તાપીમાં ઠલવાતાં એની સીધી અસર શહેરના કોઝ-વે પર થઈ હતી. હાલ કોઝવેની સપાટી 9.07 મીટરે પહોંચી છે.

જિલ્લામાં છેલ્લા 24 કલાકનો વરસાદ
ઉમરપાડા: 8.72 ઇંચ, બારડોલી: 2.72 ઇંચ, કામરેજ: 3.56 ઇંચ, ચોર્યાસી: 4 ઇંચ, પલસાણા: 8 ઇંચ, મહુવા: 2.73 ઇંચ, માંડવી: 2.40 ઇંચ, માંગરોળ: 2 ઇંચ, સુરત શહેર: 4 ઇંચ

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…