ટ્રકને ઓવરટેક કરવાની જિદ્દમાં ગુમાવ્યો જીવન, ટક્કર લગતા નીપજ્યા બેના મોત- ઓમ શાંતિ

297
Published on: 12:20 pm, Sun, 15 May 22

ઝગડીયા તાલુકાના રાજપારડી અને ભાલોદ વચ્ચેના રોડ પર પ્રાકંડ ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર માટે ગયા હતા.

રાજપારડી પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શનિવારે બપોરે 2 વાગ્યાના સુમારે ઓગાભાઇ ઉકાભાઇ દોલશીયા ઉ.વ.60 અને શિવ છગન ડોળાશીયા ઉ.વ.55 રહે. ગામ જુનારાજપરા, તા. તળાજા, જિલ્લો ભાવનગર રાજપારડીથી ભાલોદ મોટર સાયકલ પર જઈ રહ્યા હતા.

આ દરમિયાન, ટ્રકને ઓવરટેક કરવા જતો હતો ત્યારે તેની બાઇક સામેથી આવતી અન્ય બાઇક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં ઓગાભાઈ અને શિવભાઈ રોડ પર પડી જતા ટ્રકના પાછળના વ્હીલ પર આવી ગયા હતા અને ટ્રકનું વ્હીલ તેમના પર ફરી વળ્યું હતું.

જેમાં ઓખા ડોળાશીયા અને શિવા છગન ડોળાશિયા બંને ગંભીર રીતે ઘવાયા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં અન્ય બે ઇસમો મેહુલ રાજુ માછી તેમજ પરેશ વિનોદ મકવાણા બન્નેને પણ ઇજા પહોંચી હતી.

બનાવ સંદર્ભે મેહુલ રાજુભાઈ માછીએ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે તેમના પરિવારજનોનો સંપર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…