મેલડી માતાના દર્શન કરવા નીકળેલા 2 મિત્રોને ભરખી ગયો કાળ, માથા પરથી આઈસર પસાર થતા ઘટના સ્થળે જ કરુણ મોત

203
Published on: 6:32 pm, Tue, 23 August 22

અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. આ અકસ્માત મહેસાણાના કડી તાલુકાના રંગપુરડા ગામમાંથી સામે આવી ગયો છે. અમદાવાદથી અક્ષય દંતાણી તેમજ મૌલિક ઠાકોર નામના બે મિત્રો પોતાનું એકટીવા લઈને કડી ખાતે મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવી રહ્યા હતા. આ દરમિયાન બંને મિત્રોને અકસ્માત નડ્યો હતો. જેમાં અક્ષય દંતાણી નામના મિત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર, બંને મિત્રો દર્શન કરવા માટે અમદાવાદથી કડી તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન હાઇવે ઉપર તેમની એકટીવા રંઘોળા પાસે ડિવાઇડર સાથે અથડાઈ હતી અને બંને મિત્રો નીચે રોડ ઉપર પટકાઈ ગયા હતા. એ જ સમય દરમિયાન પાછળથી એક આઇસર આવી રહ્યો હતું. અચાનક જ આઇસરની આગળ આ બંને મિત્રો ઢળી ગયા હતા અને આઇસર પોતાની બ્રેક મારે એ પહેલા તો અક્ષય દંતાણી નામનો મિત્ર આઇસરની અડફેટે આવી ગયો હતો અને આઇસર તેના પરથી ચાલી ગયું હતું.

આ દરમિયાન અક્ષય દંતાણી નામના મિત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. જયારે મૌલિક ઠાકોર ખૂબ જ ઇજાગ્રસ્ત થયો હતો. એટલા માટે 108ને ફોન કરીને તાત્કાલિક હાઈવે પર બોલાવવામાં આવી હતી. ત્યારબાદ તેને કડીની ભાગ્યદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. તેમજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃત્યુ પામનાર મિત્ર અક્ષય દંતાણી ના મૃતદેહને કડીના સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરાવી હતી. તેમજ આ અંગે વધુ કાર્યવાહી હાથધરી છે. તેમજ જ્યારે અક્ષયના માતા પિતાને જાણ થઈ કે તેમના વહાલસોયા દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. ત્યારે તેમના પર આફતોના આભ ફાટી નીકળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.