સુરતમાં જન્મ આપનારા માતા-પિતાનો સાથ છોડી એકના એક દીકરાએ કરી લીધો આપઘાત

187
Published on: 6:28 pm, Sat, 11 December 21

સુરત શહેરના અમરોલી વિસ્તારના છાપરાભાઠા વિસ્તારમાં આવેલ આદર્શ નગર સોસાયટીમાં ધોરણ 12ના પૂર્વ વિદ્યાર્થી ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. વિદ્યાર્થીના કાકાએ જણાવતા કહ્યું છે કે, વિવેક માવતરને દગો કરી ગયો છે. એકના એક દીકરા વિવેકને આગળ અભ્યાસની અને ભણવાની ખુબ જ ઈચ્છા હતી. લોકડાઉનમાં અભ્યાસ છુટી ગયો અને હવે જિંદગી છૂટી ગઈ જેને કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અમરોલી પોલીસે વિવેક આપઘાત કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા મચી ચકચાર:
અમરોલી પોલીસે વધુમાં જણાવતા કહ્યું હતું કે, ઘટના ગુરૂવારની સાંજે 6થી 9 વચ્ચે બની હોય તેવી માહિતી સામે આવી છે. સાંજે પરિવાર તેમના સાઢુ ભાઈને ત્યાં જમવા ગયો હતો. પરિવાર પરત ફરતા દીકરો વિવેક નરેશ કાકડીયા (ઉ.વ.17) ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, વિવેક કાકડિયા હાલ હીરા ઘસવાનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, વિવેકને ફરીથી ભણવાની ઈચ્છા થઇ હતી પરંતુ તેમની શાળાની ફિ ભરવાની બાકી હતી. જેને કારણે શાળાની ફિ નહિ ભરાતા વિધાર્થી ખુબ જ માનસિક તણાવમાં રહેતો હતો. જેને કારણે આ અંતિમ પગલું ભરવામાં આવ્યું હોય તેવું કહી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…