નારી શક્તિનું ગૌરવ છે ગુજરાતની આ ત્રણ મહિલાઓ, પોતાના જીવની પરવા કર્યાં વગર સિંહોથી કરે છે ગૌમાતાની રક્ષા

154
Published on: 11:32 am, Sun, 12 September 21

થોડા સમયથી અવારનવાર રાજ્યમાં આવેલ રાજકોટમાંથી સિંહોનાં મારણને લઈ કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે રાજકોટની આજુબાજુના વિસ્તારોમાં સિંહના 3 ટોળા પહોંચી ગયાં છે, ત્રણ મહિલા અધિકારીઓ હંસાબેન મોકરિયા, તૃપ્તિબેન જોશી તથા વિલાસબેન અંટાળા કુલ 17 સાવજ લોકોથી દૂર રહે તેમજ સિંહને પણ ઊની આંચ ન આવે તેની માટે રાત-દિવસ મહેનત કરી દેખરેખ રાખી રહ્યા છે.

આરબટીંબડીમાં ત્રાટકેલા સિંહ વિશે ઈન્ચાર્જ RFO તૃપ્તિબેન જણાવતાં કહે છે કે, રાત્રીના 10.30 વાગ્યે પીપળવા સરપંચનો કોલ આવ્યો હતો કે અહીં સિંહ જોવા મળ્યા છે. ગાર્ડ સહિતનો સ્ટાફ ન હોવાથી હું અને કુલ 4 શ્રમયોગી ફક્ત 25 મિનિટમાં ત્યાં પહોંચી ગયાં હતાં. ફૂટ પ્રિન્ટને જોતા કુલ 4 કિમી જંગલની અંદર ગયા ત્યારે એક ઊંડી ખીણ આવતા વાહન લઈને ફરીને જતા હતા ત્યાં શ્વાનનો ભસવાનો અવાજ આવ્યો એટલે જાણ થઈ કે, આરબટીંબડી તરફ ગયા છે. રાત્રીના 2 વાગ્યે સિંહ પહોંચ્યા તેની થોડી મિનિટ પછી અમે પહોંચ્યા હતાં.

ગૌશાળાની તૂટેલી દીવાલમાંથી 10 સિંહોએ ઘૂસીણ કુલ 10 વાછરડાના મારણ કર્યા હતા. વધારે ગાયો ભોગ બને નહિ એની માટે અમારી જીપને બાકીની ગાયો તથા સિંહ વચ્ચે નાખી માત્ર 2 જ ફૂટે સિંહનું ટોળું હતું. આખરે અમે હિંમત કરીને ગૌશાળાનો દરવાજો ખોલ્યો. કારણ કે, જ્યાં દીવાલ તૂટેલી હતી ત્યાં ગાયો એકત્ર થઈ હતી. આ બધું સવારના 5 વાગ્યા સુધી ચાલ્યું અને પછી નરે ગર્જના કરતા બધા સિંહ એકત્ર થઈને પીપળવા બાજુ ચાલ્યા ગયા. RFO વિલાસબેન અંટાળા કોટડાસાંગાણીમાં સિંહના ગ્રૂપને ટ્રેક કરી રહ્યા છે તેમજ સીમમાં મારણ થાય ત્યારે પહોંચી જાય છે. જો કે, તેમના પતિને કોરોના પોઝિટિવ આવતા 2 દિવસથી તેઓ ક્વોરન્ટાઈન થયા છે.

ભાયાસરમાં જે 3 સિંહ છે તેની જવાબદારી રાજકોટ દક્ષિણ RFO હંસાબેન મોકરિયા પાસે છે. તેઓ છેલ્લા 25 દિવસથી સિંહની પાછળ દિવસ-રાત ઉજાગરા કરી રહ્યા છે. તેઓ જણાવતાં કહે છે કે, લોકોને સિંહથી દૂર રાખવા ખૂબ અઘરું કામ છે. કુલ 10 દિવસ પહેલા જ વાડીમાં મારણ કર્યાના મેસેજ આવતા હું ત્યાં ગઈ હતી અંધારું ખૂબ હતું. તેથી ટોર્ચ કરી તો ફક્ત 1 મીટર દૂર સિંહ હતા તથા જાણે અમે આવતા હોવાનો અવાજ આવતા તેઓ પાછળ હટી જંગલ વિસ્તાર બાજુ જતો રહ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…