એક જ આંબા પર 14 જાતની કેરી પકવી આ ખેડૂતે રચી દીધો ઈતિહાસ- દરેકનો સ્વાદ, રંગ અને કલર પણ જુદો…

Published on: 7:13 pm, Sat, 13 May 23

14 types of mangoes on a single tree: ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેડૂતો અલગ-અલગ પાકની ખેતી કરીને સારી એવી આવક કરી રહ્યા છે.ત્યારે હાલમાં આવી જ એક ખેડૂતભાઈની સફળતાની કહાની સામે આવી છે. ઉકાભાઇ ભટ્ટ નામના એક ખેડૂતે એક જ આંબા પર 14 પ્રકારની અલગ-અલગ કેરીનો રંગ આકાર સ્વાદ અને તમામની ડાળીઓ છે. આ આંબો ઉકાભાઇ ભટ્ટના ઘર આંગણામાં આવેલ છે.

ફળોના રાજા તરીકે કેરીને ઓળખવામાં આવે છે, ગુજરાત રાજ્યોમાં અલગ-અલગ જાતની કેરી પાકે છે. ગુજરાત રાજ્યોની અંદર હાફૂસ કેરી, કેસર કેરી અને રાજાપુરી કેરી તેમજ અન્ય કેરીની જાતો પાકે છે અને જેનું ઉત્પાદન પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યોના મોટી સંખ્યામાં ખેડૂત હવે બાગાયતી ખેતી કરી રહ્યા છે અને પ્રગતિશીલ ખેડૂત તરીકે પણ ખ્યાત નામ ધરાવે છે.

ધારી તાલુકામાં આવેલા ડીટલા ગામના ખેડૂત ઉકાભાઇ ભટ્ટીના ઘર આંગણે એક વિશાળ આંબો આવેલો છે. આ વિશાળ આંબાની તમામ ડાળીઓ અલગ-અલગ જાતની કેરીની છે. કેરીની સીઝન આવતા આ આંબાની દરેક ડાળી પર અલગ અલગ 14 પ્રકારની કેરીઓ આવે છે. મળેલી માહિતી અનુસાર આ તમામ પ્રકારની કેરીઓનો રંગ અલગ અલગ હોય છે. આ તમામ પ્રકારની કેરીઓના આકાર પણ અલગ અલગ હોય છે અને તમામ કેરીનો સ્વાદ પણ એક બીજાથી અલગ જોવા મળે છે.

મેળલી માહિતી અનુસાર થોડા વર્ષો પહેલા ઉકાભાઈ મહારાષ્ટ્ર ગયા હતા ત્યારે અમુક જાતની કેરીઓ વિકસાવવાનો વિચાર આવ્યો હતો, ત્યારબાદ આ વિચારને સાર્થક કરવા માટે પોતાના આંગણામાં આવેલા દેશી આંબા પર તેમણે પ્રયોગ કર્યો હતો અને ઉકાભાઈને સફળ પણ મળી છે. આ આંબો જીલ્લામાં આકર્ષણનું એક કેન્દ્ર પણ બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશી આંબાના ઝાડ પર કલમો ચડાવીને નીલમ, દશેરી, આમ્રપાલી, નિલેશાન, સુંદરી, ફાગુન, લંગડો, કેસર, બેગમ, બનારસી, દાડમીયો, કનોજીયો, દૂધપેડો, ખોડી, નીલ, ગુલાબીયો, અને ખોડી નામની કેરીઓની જાત વિકસાવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…