જગતના તાતની સ્થિતિ બની કફોડી… 472 કિલો ડુંગળી વેચતા ખેડૂતને પૈસા મળવાને બદલે 131 રૂપિયા આપવા પડ્યા

Published on: 4:53 pm, Thu, 2 March 23

રાજકોટમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે ખુબજ કફોડી હાલત થઇ છે. હાલ સોશિયલ મીડિયા પર ડુંગળીના ખેડૂતના બિલ વાઇરલ થઇ રહ્યા છે. ત્યારે વધુ એક બીલ સામે અવાયું છે. રાજકોટના યાર્ડમાં એક ખેડૂતે 472 કિલો ડુંગળી વેચી છે.

ખેડૂતને વેપારી પાસે રૂપિયા લેવાના બદલે 131 રૂપિયા સામેથી ચૂકવવાના થયા હતા.  472 કિલો ડુંગળીના પૈસા રૂપિયા 495 થયા છે. ટ્રક ભાડુ અને અન્ય ખર્ચાઓ મેળવીને 626 રૂપિયા થયા છે. તેથી ખેડૂતને ડુંગળી વેચતી વખતે 131 રૂપિયા સામે ચૂકવવા પડ્યા હતા.

કાલાવડમાં આવેલા ધુતારપુર ગામમાં રહેતા ખેડૂતને રાજકોટ પહોંચીને વેચેલી 472 કિલો ડુંગળીનો એક પણ રૂપિયો મળ્યો ન હતો અને ખેડૂતને 131 રૂપિયા સામે ચૂકવવા પડ્યા હતા. ધુતારપુરના ખેડૂતનું આ ડુંગળીનું બીલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યું છે.

રાજકોટમાં આવેલા ધુતારપુર ગામમાં રહેતા એક ખેડૂતે તા. 01 માર્ચ 2023નાં રોજ રાજકોટ યાર્ડમાં 472 કિલો ડુંગળી લઈને વેચવા માટે ગયા હતા. આ ખેડૂતને એક મણ ડુંગળીની ભાવ માત્ર રૂ.21 લેખે પૈસા ચૂકવામાં આવ્યા હતા. તેથી તેમને ડુંગળી વેચવાતા માત્ર રૂ.495 મળ્યા હતા. ડુંગળી રાજકોટ લઇ જવા માટે ટ્રકનું ભાડું 590 રૂપિયા થયું હતું. ઉતરાઈ ખર્ચ રૂ.36 ને ખરાજત રૂ.626 થઈ હતી. તેથી તેમને સામેથી રૂપિયા 131 ચૂકવવા પડ્યા હતા.

આવીજ એક ઘટના જામનગર માંથી સમાઈ અવી છે. જામનગરમાં આવેલા બજરંગપુર ગામમાં રહેતા એક ખેડૂત સવજીભાઈ દોમડિયા તથા તેમના પુત્ર શૈલેષભાઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લગભગ 8 મણથી વધારે ડુંગળી એટલેકે  166 કિલો ડુંગળી વેચી હતી. તેમેણ આ ડુંગળી વેચતા માત્ર 10 રૂપિયા જ મળ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…