અધિકારીના ઘરેથી 13 ટન સોનુ અને આટલા કરોડ રોકડા રૂપિયા મળ્યા અને પછી સરકારે…

Published on: 2:40 pm, Wed, 14 July 21

ભારત દેશમાં અધિકારીઓના ઘરમાંથી પૈસા મળવાના તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે પણ આ કિસ્સો ભારત દેશનો નથી. ભારતના પાડોશી દેશ ચીનમાંથી સામે આવ્યો છે.ભારત દેશમાં અધિકારીઓના ઘરમાંથી પૈસા મળવાના તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે પણ આ કિસ્સો ભારત દેશનો નથી. ભારતના પાડોશી દેશ ચીનમાંથી સામે આવ્યો છે.

ચીન ના એક અધિકારી ના ઘર પર થી આવીજ એક ચોંકાવનારી ઘટના બની છે. ચીન ની સરકાર પણ આ ઘટના સાંભળી ને ચોંકી ગઈ. અમે આજે તમને તે ઘટના વિશે જણાવીશું.અધિકારીના ઘરમાંથી 2 લાખ 62 હજાર કરોડની રોકડ અને 13 ટન સોનું મળી આવ્યું છે.તેનું નામ ઝાંગ છે.તે હાઈકુ સિટીના પૂર્વ મેયર રહી ચૂક્યા છે.તેના ઘરમાંથી દરોડા દરમિયાન 13 ટન સોનું અને 2 લાખ 62 હજાર કરોડની રોકડ મળી આવી હતી.તે સમય દરમિયાન આ સોનાની કિંમત 26 અબજથી વધુ હોવાનું માનવામાં આવીરહ્યું હતું.

આટલી મોટી રકમ મળતા ચીનના લોકોમાં અફવા ફેલાઇ ગઇ કે આ વ્યક્તિ તો જેકમાં કરતા પણ વધારે ધનિક નીકળ્યો. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ ના ઘરે ગેરકાયદેસર પૈસા ભેગા કરવામાં આવતા હતા.તેના ઘરમાં અધિકારીઓએ શોધખોળ કરી પણ કંઈ મળ્યું નહીં.પરંતુ અધિકારીઓએ તેના ઘરના નીચેના ભોયરામાં શોધખોળ કરી તો તે અધિકારીઓ ચોંકી ગયા તેટલા રૂપિયા અને સોનુ મળ્યુ.ત્યારબાદ રાષ્ટ્રીય સુપરવાઇઝર કમિશનર ને આ અધિકારીની પૂછપરછ માટે આવવું પડ્યું.

તેના ઘર ના ભોંયરામાં જે પૈસા અને સોનુ હતું તેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનાની ઈટો ના ઢગલા અને પૈસાના અઢળક બંડલો જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે જ્યારે 2012માં ચીનના રાષ્ટ્રપતિ એ આ સત્તા સંભાળી હતી ત્યારબાદ અત્યાર સુધી 120 કેસો આવા મોટામોટા અધિકારીઓના સામે આવી ચૂક્યા છે.