વિદેશની ધરતી પર સૌરાષ્ટ્રનાં આ પટેલ દીકરાએ જાળવી રાખી હિંદુ ધર્મની અખંડિતતા- સમગ્ર ઘટના જાણી 

235
Published on: 10:12 am, Sat, 4 September 21

હાલમાં હિંદુ સંસ્કૃતિને લઈ હાલમાં સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના વતની તથા ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રહેતા પરિવારના 12 વર્ષીય બાળકે ભક્તિભાવ કોને કહેવાય એ સાર્થક કરી બતાવ્યું છે. 12 વર્ષીય ફૂટબોલ ખેલાડી શુભ પટેલને રેફરીએ કંઠી કાઢીને મેચ રમવા જણાવ્યું હતું.

જો કે, આટલા નાના બાળકે “હું હિન્દુ સ્વામિનારાયણ છું” એમ કહીને કંઠીને બદલે રમત છોડી દીધી હતી ત્યારે આ સમગ્ર ઘટના અંગે બાળકના પિતા હિમાંશુ પટેલે ઓસ્ટ્રેલિયાથી જણાવ્યું હતું. મૂળ ભાવનગરમાં આવેલ સિંહોર પાસેના ગામના હિમાંશુ પટેલ છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયામાં પરિવારની સાથે રહે છે.

આ પરિવારના 12 વર્ષના બાળકે ફૂટબોલ રમતી વખતે કંઠી પહેરેલી હોવાને લીધે તેને મેચમાંથી દૂર કરી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી ત્યારે સમગ્ર વિવાદ અંગે શુભ પટેલના પિતા હિમાંશુ પટેલે વાતચીત કરતાં કહ્યું હતું કે, તેઓ ઘણાં વર્ષોથી બ્રિસ્બેનમાં રહે છે તેમજ આખો પરિવાર સત્સંગી છે.

તેઓ વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ છે. ગત રવિવારે 12 વર્ષીય શુભ પટેલ ઘરથી 45 કિમી દૂર ક્લબમાં ફૂટબોલ રમવા માટે ગયો ત્યારે અહીં પહોંચતાં મેચ રેફરીએ પહેલા તેના હાથમાં પહેરેલી રાખડી અન્ય ખેલાડીને ઈજા ન પહોંચાડે એ માટે કાઢવા જણાવ્યું હતું. જેને લીધે શુભે તરત રાખડી કાઢી નાખી હતી પણ વાત અહીં પણ ન અટકી તેમજ પછી શુભને ગળામાં પહેરેલી કંઠી કાઢી નાખવાનું કહ્યું હતું.

બાળકની માફી માગી રમવા માટે પરવાનગી આપી:
બીજી બાજુ, સમગ્ર વાત જાણીને કોચે પણ આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. ફૂટબોલ એસોસિયેશન દ્વારા શુભ તથા તેના પરિવારજનની આ બનાવ અંગે માફી માગી હતી તેમજ કંઠી સાથે રમવા મંજુરી આપી દેવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…