113 વર્ષના ખેડૂતને ત્રીજી વખત આવ્યા દુધિયા દાંત, આજના યુવાનોને ખાસ સંદેશ આપતા કહ્યું…

Published on: 6:42 pm, Wed, 24 May 23

113 year old farmer gets teeth for the third time: હમીરપુર જિલ્લાના જાડ ગામના ખડકુ રામ (113) ત્રીજી વખત દાંત આવ્યા છે. ખડકુ રામે જણાવ્યું કે, તેમનો જન્મ 1 જાન્યુઆરી, 1911ના રોજ થયો હતો. ખડકુ રામે કહ્યું કે તે જ્ઞાતિથી પંડિત છે પરંતુ ખેતી (farmer) નું કામ કરે છે.

ખડકુ રામે જણાવ્યું કે, 113 વર્ષનો હોવા છતાં આજે પણ તે તમામ કામ જાતે જ કરે છે. તેણે કહ્યું કે મને ત્રીજી વખત દાંત મળ્યા છે અને તેને કુદરતની અજાયબી માનું છું. તેણે કહ્યું કે, હું હજુ પણ ખેતીનું કામ કરું છું અને હું મારા કાનથી સ્પષ્ટ સાંભળી પણ શકું છું.

આ લાંબા આયુષ્ય અને સ્વસ્થ રહેવાનું રહસ્ય છે
ખડકુ રામે કહ્યું કે, મારા વાળ ભલે સફેદ થઈ ગયા હોય, પરંતુ મારી મૂછો હજુ એવી જ છે જેવી મારી યુવાનીમાં હતી. ખડકુ રામે જણાવ્યું કે મારી પત્નીની ઉંમર 90 વર્ષની છે અને તે એકદમ ઠીક છે પરંતુ તેની આંખોની રોશની નબળી પડી ગઈ છે. તેમણે જણાવ્યું કે તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન પાછળ સાદો ખોરાક અને મોટાભાગે બરછટ અનાજની રોટલી કારણભૂત છે. તેણે કહ્યું કે તે સતત કામ કરે છે અને સવારે વહેલા ઉઠે છે.

લોકોને સંદેશ આપતા કહ્યું ‘ઘરનું કામ ન છોડતા અને સવારે વહેલા ઉઠ્જો’
ખડકુ રામે યુવાનોને સંદેશ આપ્યો હતો કે જો તમારે સ્વસ્થ રહેવું હોય તો ઘરકામ ક્યારેય ન છોડતા અને હંમેશા વહેલા ઉઠ્જો. તેમણે કહ્યું કે, સાદો ખોરાક અને ખાસ કરીને આપણા ખેતરોમાં ઉગાડવામાં આવતા અનાજ ખાવાથી કોઈ રોગ થતો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…