વહુ હોય તો આવી! સાસુના નિધન થતા ઘરમાં જ બનાવ્યુ સાસુનુ મંદિર, દરરોજ કરે છે પૂજા અર્ચના

Published on: 12:04 pm, Wed, 1 September 21

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક આશ્વર્યજનક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. અત્યાર સુધી તમે સાસુ-વહુની વચ્ચેના ઝઘડાની અનેક ઘટનાઓ સાંભળી તેમજ વાંચી હશે. આની સાથે જ TV પર આવતી કેટલીક સિરિયલોમાં પણ સાસુ-વહુના ઝઘડાની વાત ખુબ સામાન્ય છે પરંતુ તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે, સાસુના નિધન બાદ પુત્રવધૂઓ તેમની પ્રતિમા બનાવીને પૂજા કરતી હોય?

હા, આ એક હકીકત છે. છત્તીસગઢમાં આવેલ બિલાસપુર જિલ્લામાં આવો એક અનોખો પરિવાર રહે છે. આ પરિવારની વહુઓને સાસુ પ્રત્યે એટલો પ્રેમ હતો કે, તેમનાં નિધન બાદ તેમની પુત્રવધૂઓએ મંદિરમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે. આની સાથે જ વહુઓ તેમની દરરોજ પૂજા-આરતી પણ કરે છે. આટલું જ નહીં, દર મહિને એકવખત તેમની માટે ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવે છે.

બિલાસપુર જિલ્લા વડામથકેથી અંદાજે 25 કિમી દૂર આવેલ રતનપુર ગામમાં તંબોલી પરિવારની વહુઓએ વર્ષ 2010માં તેમની સાસુ ગીતાદેવીનું મંદિર બનાવ્યું હતું. રતનપુરમાં વિશ્વપ્રસિદ્ધ મહામાયા દેવીનું મંદિર પણ આવેલું છે. 77 વર્ષનાં નિવૃત્ત શિક્ષક શિવપ્રસાદ તંબોલીનો પરિવાર પણ રતનપુરમાં જ રહે છે, જે હવે અન્ય પરિવારો માટે પ્રેરણારૂપ બન્યો છે.

આ સંયુક્ત પરિવારમાં કુલ 39 સભ્ય છે તેમજ કુલ 11 પુત્રવધૂ છે. તેઓ એકબીજાની સાથે ખૂબ જ પ્રેમથી રહે છે. તેમનાં સાસુ ગીતાદેવીનું વર્ષ 2010માં અવસાન થયું હતું, જેને લીધે વહુઓ ખૂબ દુ:ખી થઈ હતી. સાસુ પણ તેમની પુત્રવધૂઓ પર અપાર સ્નેહ વરસાવતાં હતાં. તેમણે જ ઘરની બધી મહિલાને કેટલાંક પ્રકારની છૂટછાટ આપવામાં આવી હતી એટલે સાસુના અવસાન બાદ વહુઓને તેમની યાદ આવવા લાગી ત્યારે તેમણે ગીતાદેવીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું. ગીતાદેવીના સન્માનમાં પુત્રવધૂઓએ મંદિરમાં મૂર્તિ મૂકીને તેમની પૂજાની પણ શરૂઆત કરી હતી. આ વહુઓએ ગીતાદેવીની મૂર્તિને પણ સોનાનાં ઘરેણાંથી સજાવી છે.

પરિવારની તમામ મહિલાઓ શિક્ષિત :
આશ્વર્યજનક બાબત તો એ છે કે, પરિવારની બધી જ વહુઓ શિક્ષિત છે. તેઓ પોતાના પતિને પણ વેપારમાં મદદ કરે છે તથા હિસાબ-કિતાબનું પણ ધ્યાન રાખે છે. આ પરિવારના સૌથી ઉંમરલાયક પુરુષ શિવપ્રસાદ છે કે, જેઓ શિક્ષક તરીકે નિવૃત્ત થઈને નાની એવી દુકાનમાં રિટેલ વેપાર કરી રહ્યાં છે. તેઓ પણ નાના ભાઈઓનું ગીતાદેવીની જેમ ધ્યાન રાખે છે.

આ પરિવાર હોટલ, કરિયાણા સ્ટોર તથા સાબુ બનાવવાની ફેક્ટરી જેવા અનેકવિધ ધંધા-વેપાર ધરાવી રહ્યો છે. તેમની પાસે હાલમાં કુલ 20 એકર જમીન છે, જેના પર સમગ્ર પરિવાર ખેતી કરે છે. તંબોલી પરિવારનું ભોજન પણ એક જ રસોડામાં બને છે, જ્યાં બધી વહુઓ સાથે મળીને કામ કરે છે. આમ, તંબોલી પરિવાર આખા સમાજ માટે એક ઉદાહરણરૂપ બન્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…