સુરતના રત્નકલાકારે બેસાડ્યા 1000 કરોડના ગણપતી- દર્શન માત્રથી પૂરી થશે દરેક મનોકામના

201
Published on: 11:33 am, Fri, 17 September 21

સમગ્ર વિશ્વના નજરે હીરા નગરી સુરત છે. કારણ કે, સુરતમાં વિશ્વના સૌથી મોંઘા ગણેશજીની સ્થાપના કરી છે. વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના સુરતના હીરા વેપારી કનુભાઈ અસોદરિયા દ્રારા કરવામાં આવી છે. આ હીરાને વિશ્વના સૌથી યુનિક હીરાનો દરજ્જો પણ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્રારા આપવામાં આવ્યો છે.

ગણેશ ચતુર્થીની તૈયારીઓ સમગ્ર દેશમાં જોરશોરથી શરુ છે. આ તહેવારને લોકો પોતાની ઈચ્છા અને બજેટ પ્રમાણે ઉજવણી કરે છે. પરંતુ શું તમે ક્યારેય 600 કરોડ રૂપિયાની ગણપતિની મૂર્તિ વિશે સાંભળ્યું છે?. દુનિયાના સૌથી મોંઘા ગણપતિ સુરતના હીરાના વેપારી પાસે છે. ખરેખર આ હીરો તેમને 20 વર્ષ પહેલાં બેલ્જિયમમાં કાચા હીરા ખરીદતી વખતે ગણપતિ જેવા આકારનો મળી આવ્યો હતો.

ત્યારથી તેઓ આ હીરાને ભગવાનની મૂર્તિ તરીકે રાખે છે. આજે તે કાચા હીરાની કિંમત 600 કરોડ રૂપિયાની છે. જ્યારે તેમણે આ હીરાને ખરીદ્યો ત્યારે તેને ખબર નહોતી પરંતુ જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતાએ તેને જણાવ્યું હતું કે, આ હીરાનો આકાર ભગવાન ગણેશજીની મૂર્તિ જેવો છે. ત્યારબાદ તે હીરાને ઘરે રાખવાનું પરિવારના સભ્યોએ જ નક્કી કર્યું હતું. જ્યારે આ હીરો ઘરે આવ્યો ત્યારથી પરિવારના તમામ દુઃખ દૂર થયા હતા. ત્યારબાદ તેમને ભગવાન પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થવા લાગ્યો હતો.

વેપારી કનુભાઈ આસોદરિયાના જણાવ્યા મુજબ, આવો હીરો બનવામાં વર્ષો લાગતા હોય છે. આવામાં આ હીરો માત્ર કિંમતી જ નહીં પરંતુ સદીઓ પૂરનો પણ છે. કોહિનૂર ડાયમંડની સમગ્ર દુનિયામાં વાત થતી હોય છે. કોહિનૂર ડાયમંડ 104 કેરેટનો છે. જે ખુબ જ મોંઘો હોય છે.

જ્યારે તેમની પાસે જે ગણેશજીની મૂર્તિ જેવો હીરો છે તે 184 કેરેટનો છે તેથી તેની કિંમત 600 કરોડ રૂપિયા હોય છે. તેમને જણાવ્યું હતું કે, વર્ષ 2019-20 માં તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 500 થી 600 કરોડ હોવાનો અંદાજ હતો. હાલ તેની કિંમત બજારમાં 1000 કરોડ રૂપિયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…