
આપણે ઘણા એવા લોકોને જોતા હોઈએ છીએ જે સારી સારી નોકરીઓ છોડીની ખેતી કામ કરતા હોય છે. તેવો જ એક બનાવ કર્ણાટકના ધારવાડમાં રહેતા શશીધર ચીક્કાપા સાથે સર્જાયો હતો. દસમા ધોરણ સુધી જ શશીધરએ અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ શશીધરે થોડા સમય પછી ખાનગી કંપનીમાં નોકરી કરવા લાગ્યો હતો. વર્ષ 2009 માં શશીધરે પોતાની કન્સ્ટ્રક્શન કંપની શરૂ કરી હતી.
જેને કારણે તેને લગભગ 9 વર્ષ સુધી મહારાષ્ટ્રમાં બાંધકામનો વ્યવસાય કર્યો હતો. આ દરમિયાન તેને ધંધામાં ખુબ સારી કમાણી કરતો હતો, પરંતુ શશીધરને પૈસા કમાયા બાદ પણ તેને આ કામ ગમતું ન હતું, તેને તેના જીવનમાં શાંતિનો અભાવ લાગ્યો હતો એટલે તેને એક એકર જમીન પર સ્ટ્રોબેરીની ખેતી કરવાનું શરૂ કર્યું હતું.
આ ખેતી સાથે એક એકર જમીનમાં ચાર-પાંચ પ્રકારના અન્ય ફળો પણ ઉગાડ્યા હતા. આથી શશીધરે એક એકર જમીનમાં 30 ટનથી પણ વધુ સ્ટ્રોબેરીનું ઉત્પાદન કર્યું હતું. તેને આ કામમાં લગભગ 20 થી પણ વધુ લોકો કામ પર રાખ્યા હતા.
ઘણા પોષક તત્વો સ્ટ્રોબેરીમાં જોવા મળતા હોય છે. આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોબેરી ખાવાથી વધે છે અને આપણા શરીરમાં થતી બીમારીઓથી રક્ષણ આપે છે. ઘણા પ્રકારના વિટામિન્સ અને ફાઇબર પણ સ્ટ્રોબેરીમાં જોવા મળે છે. આથી શશીધર સ્ટ્રોબેરીની સીઝન માં 8 લાખ રૂપિયા કમાઈ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…