ગુજરાતમાં કુદરતે વરસાવ્યો કાળો કહેર: ધોધમાર વરસાદ સાથે વીજળી પડવાથી 10 ગાયોના કરુણ મોત

Published on: 1:29 pm, Sun, 18 September 22

હાલ સમગ્ર રાજ્યમાં ફરી વરસાદી કહેર સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના ડાર્ક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈને દરેકને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તેમજ વરસાદને કારણે અનેક દુર્ઘટનાઓ પણ સર્જાઈ રહી છે. જેમાં કેટલાય લોકો પોતાના જીવ ગુમાવે છે. જેમ કે, વીજળી પડવી, મકાન ધરાશયી થવા વગેરે…

ત્યારે હાલ આવા જ વધુ એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાવનગર, મહેસાણા, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ પંથકની અંદર ઘણી જગ્યા ઉપર ભારે વરસાદી માહોલની સાથે વીજળી પડી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા ખેરવા ગામની અંદર વીજળી પડવાને કારણે ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. વીજળી પડવાના કારણે દસ ગાયોના મૃત્યુ થયા છે. વઢવાણના ખેરવા ગામની અંદર વીજળી પડતા દસ ગાયોના મૃત્યુ થયા છે.

અતિ ભારે વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા હતા. જેને પગલે 10 જેટલી ગાયોના મૃત્યુ થયા છે. હરેશભાઈ પોપટભાઈ નામના એક પશુપાલકની 10 જેટલી ગાયોના વીજળી પડવાને કારણે મૃત્યુ થયા છે અને એક વીજળી પડવાના કારણે એક માલધારી યુવક અને તેમના 50 જેટલા બકરાની સાથે તેનું મૃત્યુ થયું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ સમગ્ર ઘટના બનતા પરિવાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર તેમજ ગામના લોકોની અંદર શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યાર પછી મોટી સંખ્યામાં ગામના લોકો ઘટના સ્થળે ભેગા થયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…