‘અગ્નિપથ’ ના વિરોધ વચ્ચે વધુ એક યુવાને ટુંકાવ્યું જીવન – સેનામાં ભરતી થવા છેલ્લા 2 વર્ષથી કરી રહ્યો હતો તૈયારી

220
Published on: 11:15 am, Tue, 21 June 22

હરિયાણાના રોહતકમાં સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા એક યુવકે ગુરુવારે સવારે દેવ કોલોનીમાં પીજીના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાનો ચકચારો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલી આપ્યો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે

મળતી માહિતી મુજબ, જીંદના લિજવાના કલાન ગામનો રહેવાસી સચિન (23) રોહતકની દેવ કોલોનીમાં પીજીમાં રહેતો હતો. સચિન સેનાની તૈયારી કરી રહ્યો હતો અને તેણે બે વર્ષ પહેલા ભરતીના સંબંધમાં ફિઝિકલ અને મેડિકલ પાસ કર્યું હતું. પરંતુ, તેનો ટેસ્ટ થયો ન હતો.

ગુરુવારે સવારે તેનો મૃતદેહ પીજી રૂમમાં ફાંસી પર લટકતો જોવા મળ્યો હતો. આ અંગે પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે પીજીઆઈ મોકલી આપ્યો હતો. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર તેણે રાત્રે જ સચિન સાથે વાત કરી હતી.

પિતાના કહેવા પ્રમાણે, ગઈકાલે સાંજે જ્યારે તેણે સચિન સાથે વાત કરી ત્યારે તેણે તેને પૂછ્યું કે તને કોઈ વસ્તુની જરૂર નથી ને? જવાબમાં તેણે કહ્યું કે બધું જ છે. આ પછી તેણે પુત્રને ભરતી માટે સારી તૈયારી કરવા કહ્યું. જે બાદ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.

સૈન્યમાંથી નિવૃત્ત થયેલા સત્યપાલે અફસોસભર્યા સ્વરમાં કહ્યું કે, જો વાતમાં પુત્રની તકલીફ કે નિરાશાનો સહેજ પણ અહેસાસ હોત તો હું 35 કિમી દૂર ગામથી દોડીને તેની પાસે રોહતક પહોચી જાત અને તેને ક્યારેય આત્મહત્યા કરવા ન દેત.

અશ્રુભીની આંખો સાથે આકાશ તરફ જોઈ સત્યપાલે કહ્યું, ‘સચિન નાનો હતો ત્યારે બધાનો લાડલો હતો. મારું એક સપનું હતું કે, મારું લોહી મારી જેમ સેનામાં જોડાય અને દેશની સેવા કરે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરુ કરવામાં આવી રહી છે

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…