મોદી સરકારની આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં આવ્યા 1.82 લાખ કરોડ રૂપિયા, તમારા ખાતામાં ના આવ્યા હોય તો…

349
Published on: 2:15 pm, Mon, 30 May 22

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપણા દેશના ખેડૂતોને આર્થિક સહાય આપવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana)શરૂ કરવામાં આવી હતી. મોદી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને એક વર્ષમાં ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપે છે તેવું લોકો કરી રહ્યા છે.

ખેડૂતોને હપ્તા ગીત 2000 રૂપિયા મળે છે. આ યોજના હેઠળ જોવા જઈએ તો આપણા દેશના ખેડૂતોને અત્યાર સુધીમાં 10 હપ્તા ચૂકવી દેવામાં આવ્યા છે. જ્યારે આ વખતે આ પીએમ કિસાન યોજના નો 11 મો હપ્તો ૩૧ મેના રોજ ચૂકવવામાં આવશે. આપણા દેશની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જોવા જઈએ તો વર્ષ 2022 માં જે લાભાર્થી ખેડૂતોના ખાતામાં 66,664કરોડ રૂપિયા જમા કરી દેવામાં આવ્યા છે તેના કારણે ખેડૂતોને આર્થિક લાભ મળી રહેશે.

ભારતી કૃષિ મંત્રાલય દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે તે ટ્વીટ આધારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ શરૂઆતથી અત્યાર સુધીમાં ખેડૂતોના પરિવાર ના ખાતામાં 1.82વલાખ કરોડ રૂપિયાથી પણ વધારે રકમ મોકલી દેવામાં આવી છે.

કઈ રીતે આ યોજનાનો લાભ લેવો?
જે કોઇપણ ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓએ એક અરજી કરવાની રહેશે. ત્યારબાદ કહેવાય છે કરવા માટે કહેવામાં આવશે જેની છેલ્લી તારીખ અગાઉ ૩૧ માર્ચ સુધી રાખવામાં આવી હતી પરંતુ તેને બદલીને અત્યારે 31 મે કરવામાં આવી છે.

જો કોઈ ખેડૂત ભાઈઓએ કે.વાય.સી ન કરાવ્યું હોય તો તેઓએ ૩૧ મે સુધી કરાવી લેવું. કોઈપણ નજીકના csc નો સંપર્ક કરીને ખેડૂતો કેવાયસી કરી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ સંબંધિત વધુ માહિતી મેળવવી હોય તો 155261 નંબર પર ફોન કરીને પૂછી શકો છો.

અજાણ ખેડૂતો પણ આ વર્ષે લઈ રહ્યા છે લાભ
જે ખેડૂતો આ યોજનાથી અજાણ હતા તે ખેડૂતો પણ અત્યારે સીએસસી નો સંપર્ક કરીને આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરી રહ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતના નામે જમીન હોવી જરૂરી છે. જેના કારણે તે જમીનદારના ખાતામાં સીધા સરકાર રૂપિયા મોકલી દેશે. આ યોજના હેઠળ તે ખેડૂતોને અત્યાર સુધી જે કાંઈ પણ પૈસા મળ્યા છે તે નિર્ધારિત સમયમાં જમા કરાવવામાં આવ્યા હતા અને હજી પણ ખેડૂતોને પૈસા આપવામાં આવશે તેની સરકારે જાહેરાત કરી દીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…